રમત-જગત

  • associate partner

પંજાબ-મુંબઈની ડબલ સુપર ઓવર મેચમાં મિસ્ટ્રી ગર્લ છવાઇ, જાણો શું છે અસલી ઓળખ!

News18 Gujarati
Updated: October 19, 2020, 5:41 PM IST
પંજાબ-મુંબઈની ડબલ સુપર ઓવર મેચમાં મિસ્ટ્રી ગર્લ છવાઇ, જાણો શું છે અસલી ઓળખ!
પંજાબ-મુંબઈની ડબલ સુપર ઓવર મેચમાં મિસ્ટ્રી ગર્લ છવાઇ, જાણો શું છે અસલી ઓળખ!

દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલને પોતાની નવી મિસ્ટ્રી ગર્લ મળી ગઈ

  • Share this:
નવી દિલ્હી : આઈપીએલમાં (IPL 2020) ઘણી એવી ઘટના બની રહી છે જે પહેલા ક્યારેય બની નથી. કોરોના વાયરસે (Coronavirus)આઈપીએલનો આખો અંદાજ બદલી નાખ્યો છે. કોરોનાના કારણે પ્રશંસકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી નથી. ખાલી સ્ટેડિયમમાં પણ કેમેરામેન દર્શકોનું મનોરંજન કરવાનું છોડતા નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલને પોતાની નવી મિસ્ટ્રી ગર્લ મળી ગઈ છે.

રવિવારે પંજાબ અને મુંબઈ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ બે સુપરઓવર પછી પુરી થઈ હતી. આ મેચમાં જ્યારે પંજાબને જીત માટે 1 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે કેમેરામેને દર્શકો તરફ કેમેરો કર્યો હતો અને ટીવી સ્ક્રિન પર એક સુંદર યુવતી જોવા મળી હતી. આ પછી થોડાક સમય માટે સોશિયલ મીડિયા પર યુવતીની તસવીર વાયરલ થઈ હતી.

આ પણ વાંચો - પ્રાઇવેટ નોકરી કરનારા માટે મોટા સમાચાર, દિવાળી પહેલા સરકાર કરી શકે છે નવી સ્કીમની જાહેરાતપ્રશંસકો જાણવા આતુર હતા કે આ યુવતી કોણ છે. ઘણા લોકોએ અંદાજ પણ લગાવ્યો કે આ સુંદર યુવતી મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ છે. જ્યારે ઇંસ્ટાગ્રામ પર રિયા લાલવાની નામથી એકાઉન્ટ છે અને દાવો કરવામાં આવ્યો છે કે તે આ યુવતી છે. આ એકાઉન્ટના લગભગ 18 હજાર ફોલોઅર છે. આ મેચ પછી આ એકાઉન્ટની ઇંસ્ટા સ્ટોરી પર આ બધા મીમ પણ જોવા મળ્યા છે.
Published by: Ashish Goyal
First published: October 19, 2020, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading