MI vs DC, IPL Final: મુંબઈ ઇન્ડિયન્સ પાંચમી વખત ચેમ્પિયન બન્યું, દિલ્હીનું સપનું રોળાયું

રોહિત શર્માના 51 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે 68 રન

રોહિત શર્માના 51 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે 68 રન

  • Share this:
    દુબઇ : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની અડધી સદી (68)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યું છે. બીજી તરફ પ્રથમ વખત ટાઇટલ જીતવાનું દિલ્હીનું સપનું રોળાઇ ગયું છે.

    મુંબઈ ઇન્ડિયન્સ

    • ઇશાન કિશનના 19 બોલમાં અણનમ 33 રન

    • હાર્દિક પંડ્યા 3 રને આઉટ

    • રોહિત શર્માના 51 બોલમાં 5 ફોર, 4 સિક્સર સાથે 68 રન

    • પોલાર્ડ 9 રને બોલ્ડ થયો

    • સૂર્યકુમાર19 રને રન આઉટ

    • ડી કોક 20 રન બનાવી આઉટ


    દિલ્હી કેપિટલ્સ

    • ઐયરના 50 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે અણનમ 65 રન

    • હેટમાયર 5 રને આઉટ

    • પંતના 38 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 56 રન

    • ધવન 15 રને બોલ્ડ

    • રહાણે 2 રને બોલ્ટનો બીજો શિકાર બન્યો

    • પ્રથમ બોલે જ સ્ટોઇનિસ આઉટ

    • દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


    દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

    મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ
    Published by:Ashish Goyal
    First published: