રમત-જગત

  • associate partner

કોરોના વાયરસના કારણે સ્થગિત થઈ IPL 2020, BCCIએ આપ્યું મોટું નિવેદન

News18 Gujarati
Updated: April 16, 2020, 6:33 PM IST
કોરોના વાયરસના કારણે સ્થગિત થઈ IPL 2020, BCCIએ આપ્યું મોટું નિવેદન
કોરોના વાયરસના કારણે સ્થગિત થઈ IPL 2020, BCCIએ આપ્યું મોટું નિવેદન

બીસીસીઆઈ, ફ્રેન્ચાઇઝી માલિકો, પ્રસારકો, સ્પોન્સર અને બધા સંબંધિત પક્ષોએ મળીને આ નિર્ણય લીધો

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ (IPL 2020 Postponed)ને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આમ તો આઈપીએલ સ્થગિત થશે તે નક્કી જ હતું કારણ કે દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું હતું, જોકે ગુરુવારે બીસીસીઆઈ એ આ વાતની પૃષ્ટી કરી છે. આમ તો આઈપીએલ 29 માર્ચ થી 24 મે ની વચ્ચે આયોજીત થવાની હતી.

આઈપીએલના ચીફ આપરેટિંગ ઓફિસર હેમાંગ અમિને બધી 8 ફ્રેન્ચાઇઝીના માલિકોને આ વાતની ઓફિશિયલ માહિતી આપી કે લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત (IPL 2020) કરવામાં આવી છે. અમિને ફ્રેન્ચાઝીઓને જણાવ્યું હતું કે લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યા પછી હવે આઈપીએલનું આયોજન આ વિન્ડોમાં નહી કરી શકાય. જેમ કે આઈપીએલ સ્થગિત કરવાનો નિર્ણય મંગળવારે મળેલી બીસીસીઆઈની કોન્ફરન્સ કોલમાં લઈ લેવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સ કોલમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલ પણ સામેલ હતા.

આ પણ વાંચો - સેહવાગનો ખુલાસો, Ramayanની આ ઘટનાથી બેટિંગ કરવાની પ્રેરણા મળી

ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ગુરુવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે કોરોના વાયરસની મહામારીના કારણે દુનિયાભરમાં ઉભા થયેલા સ્વાસ્થ્ય સંકટ અને મહામારીને રોકવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનને કારણે બીસીસીઆઈની આઈપીએલ સંચાલન પરિષદે 2020નું સત્ર આગામી સૂચના સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

એમાં આગળ કહ્યું કે આપણી મહાન રમતમાં દેશની સાથે રમત સાથે જોડાયેલ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સર્વોપરી છે. બીસીસીઆઈ, ફ્રેન્ચાઇઝી માલિકો, પ્રસારકો, સ્પોન્સર અને બધા સંબંધિત પક્ષોએ મળીને આ નિર્ણય લીધો છે. કે જ્યારે પરિસ્થિતિ સુરક્ષિત થશે, ત્યારે આઈપીએલનું આ સત્ર રમાશે. બીસીસીઆઈ પરિસ્થિતિની સમીક્ષા કરતું રહેશે.
First published: April 16, 2020, 6:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading