Home /News /sport /

Gambhir Vs Virat: ગૌતમે આ 5 પ્રહારથી વિરાટની કેપ્ટન્સી પર ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો

Gambhir Vs Virat: ગૌતમે આ 5 પ્રહારથી વિરાટની કેપ્ટન્સી પર ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો

વર્ષ 2013માં તો આ બે ખેલાડીઓ મેદાનમાં જ લડી પડ્યા હતા.

વર્ષ 2013માં તો આ બે ખેલાડીઓ મેદાનમાં જ લડી પડ્યા હતા.

  ટીમ ઇન્ડિયાનાં ( team India) કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ભારતીય ક્રિકેટ ટીમનાં ગૌતમ ગંભીર (Gautam Gambhir)r વચ્ચે છત્રીસનાં આંકડાની ચર્ચા ચાલતી રહે છે. વર્ષ 2013માં તો આ બે ખેલાડીઓ મેદાનમાં જ લડી પડ્યા હતા. તે સમયે ગંભીર કેકેઆરનાં કેપ્ટન હતા, જ્યારે વિરાટ આરબીસીનાં. આ બંન્નેના ઝઘડાની ઘણી જ ચર્ચાઓ થઇ હતી. જે બાદથી જ બંન્ને ખેલાડીઓને એકબીજા પર જ્યારે પણ બોલવાની તક મળે છે તો એ જવા નથી દેતા.

  આઈપીએલમાંથી જેવુ વિરાટની ટીમનું પત્તુ સાફ થયું તેવું જ ગંભીરે તેમની કેપ્ટન્સી પર સવાલો કરવાના શરૂ કર્યા. આરબીસીની હાર બાદ ગંભીરે ઈએસપીએન ક્રિકઇન્ફો સાથે વાતચીત કરતા કહ્યું કે, 8 વર્ષ કોઇપણ કેપ્ટન માટે પોતાને સાબિત કરવાનો લાંબો સમય હોય છે. આજે આપણે નજર કરીએ ગંભીરનાં પાંચ સવાલો પર જેણે વિરાટની કેપ્તાનીની ધજ્જીઓ ઉડાવી દીધી.

  1. જો આરબીસીની કમાન મારા હાથમાં હોત તો હું સો ટકા વિરાટ કોહલીને કેપ્ટન પદેથી હટાવી દેતો. 8 વર્ષ ટ્રોફી વગર ઘણો લાંબો સમય હોય છે. આ જવાબદારીની વાત છે.

  2. હું વિરાટની સામે નથી, પરંતુ તેમને જાતે જ સામે આવીને કહેવું જોઇએ કે આ ખરાબ પ્રદર્શન માટે અન્ય કોઇ નહીં હું જ જવાબદાર છું.

  3. 8 વર્ષ લાંબો સમયગાળો છે, જો આપ અશ્વિને જુઓ 2 વર્ષ પછી પરિણામ ન આપ્યું તો કિંગ્સ ઈલેવન પંજાબે તેમને કેપ્ટન પદેથી હટાવી દીધા. જો તમે ધોની અને રોહીત શર્માની વાત કરો છો, ધોનીએ ત્રણવાર અને રોહિતે મુંબઇને ચાર વાત જીત અપાવી. જો રોહીત સારું પરિણામ ન આપતા તો તેમને પણ આટલા વર્ષો સુધી કેપ્ટન ન રાખતા. દરેક માટે અલગ અલગ વાત ન હોવી જોઇએ.

  4. તમે જે કંઈ પણ તેમનો બચાવ કરો છો, મને લાગે છે કે આ ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સમર્થ નહોતી. આ ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ફળ ગઈ હતી. હા, બોલરોએ થોડું સારું કર્યું. જો નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ જેવા બોલરો છેલ્લી બે ઓવરો કરે અને તમારે 18-19 રન બચાવવા પડે અને તે પણ મોટા આંતરરાષ્ટ્રીય બેટ્સમેનોની સામે હોય તો તે મુશ્કેલ છે. અને જો તમારે ઓપનીંગ જ કરવી છે તો તમે પહેલી મેચથી જ ઓપનીંગ કેમ નથી કરતા.

  5. જ્યાં સુધી હાર માટે લીડરશીપને જવાબદાર નહીં ગણવામાં આવે ત્યાં સુધી આવું જ થતુ રહેશે. હું સપોર્ટ સ્ટાફ, કોચ, બેટિંગ કોચ, દરેક માટે ખૂબ જ દુ:ખી છું. કોચ દર વર્ષે બદલાય છે. પરંતુ સમસ્યા બીજે ક્યાંક છે.


  મેયોનીઝથી સ્ટીલ અને કાંચના વાસણ થઇ જશે ફટાફટ સાફ, જાણી લો આ ટ્રિક
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gautam Gambhir, Ipl 2020, RCB, આઇપીએલ, ક્રિકેટ, વિરાટ કોહલી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन