IPL 2020: બીસીસીઆઈને મોટો ફટકો, અંતિમ સમયે આઈપીએલથી અલગ થઈ વધુ એક કંપની

IPL 2020: બીસીસીઆઈને મોટો ફટકો, અંતિમ સમયે આઈપીએલથી અલગ થઈ વધુ એક કંપની
IPL 2020: બીસીસીઆઈને મોટો ફટકો, અંતિમ સમયે આઈપીએલથી અલગ થઈ વધુ એક કંપની

છેલ્લા પાંચ વર્ષથી આ ગ્રૂપ આઈપીએલ સાથે જોડાયેલ હતું

  • Share this:
    નવી દિલ્હી : આઈપીએલ (IPL 2020) ની 13મી સિઝન શરૂ થવામાં હવે લગભગ 3 સપ્તાહનો સમય જ બચ્યો છે. આવામાં બીસીસીઆઈને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હવે ફ્યૂચર ગ્રૂપે અંતિમ સમયમાં આઈપીએલથી પોતાને અલગ કરી લીધું છે. આ ગ્રૂપે આઈપીએલ એસોસિયેટ સેન્ટ્રલ સ્પોન્સરશિપથી હાથ પાછળ ખેંચી લીધા છે. બીસીસીઆઈના સૂત્રોના મતે આખરી મિનિટ પર ફ્યૂચર ગ્રૂપે આમ કર્યું છે. આ પહેલા ચીન સાથે વિવાદના કારણે આઇપીએલનું મુખ્ય સ્પોન્સર વીવો સ્પોન્સરશિપમાંથી હટી ગયું છે. આ પછી ડ્રીમ ઇલેવને બીસીસીઆઈ સાથે મુખ્ય સ્પોન્સર તરીકે 222 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે.

    વેબસાઇટથી લોગો પણ હટાવ્યો



    ઇનસાઇડસ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ સૂત્રએ આ વાતની પૃષ્ટી કરી છે કે ફ્યૂચર ગ્રૂપે આઈપીએલ સ્પોન્સપશિપ ડીલથી પોતાના હાથ પાછળ ખેંચી લીધા છે. છેલ્લા પાંચ વર્ષથી આ ગ્રૂપ આઈપીએલ સાથે જોડાયેલ હતું. આઈપીએલની ઓફિશિયલ વેબસાઇટે પણ સ્પોન્સર લિસ્ટમાંથી ફ્યૂચર ગ્રૂપનો લોગો હટાવી લીધો છે. રિપોર્ટ પ્રમાણે દર વર્ષે સેન્ટ્રલ સ્પોન્સરશિપ દ્વારા આ ગ્રૂપ 28 કરોડ રૂપિયા આપતું હતું.

    આ પણ વાંચો - IPL માટે રવાના થતા પહેલા ભારતીય ઓલરાઉન્ડરે કરી સગાઇ, સાથી ખેલાડીઓએ આપ્યા અભિનંદન

    ગત વર્ષે પણ આઇપીએલ દરમિયાન ફ્યૂચર ગ્રૂપના હટવાની ચર્ચા ચાલી રહી હતી. જોકે આઈપીએલ 2019 પુરી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના (Coronavirus)કારણે ફ્યૂચર ગ્રૂપ પ્રભાવિત થયું છે. આ કારણે આઈપીએલમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન યૂએઈમાં રમાશે.
    Published by:Ashish Goyal
    First published:August 24, 2020, 17:24 pm