નવી દિલ્હી : આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પોતાની જર્સી કોરોના વોરિયર્સને સમર્પિત કરી દીધી છે. ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે યૂએઈમાં આઈપીએલ દરમિયાન ખેલાડી જે જર્સી પહેરશે તેના પર ‘થેન્ક્યુ કોવિડ વોરિયર્સ’ લખ્યું હશે. જે કોરોના મહામારી વચ્ચે કામ પર અડગ કોરોના યોદ્ધાઓના (corona warriors)ઝનૂનને સલામ કરાશે. આઈપીએલની શરૂઆત 19 સપ્ટેમ્બરે ચેન્નઈસુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.
કોવિડ વોરિયર્સને સલામ
દિલ્હીની ટીમે એક નિવેદનમાં કહ્યું છે કે દિલ્હી કેપિટલ્સની મેચ જર્સી પર ‘થેન્ક્યુ કોવિડ વોરિયર્સ’લખેલું હશે અને આખી સિઝનમાં ટીમ આ જર્સી પહેરશે. દિલ્હીના ફાસ્ટ બોલર ઇશાંત શર્મા, સ્પિનર અમિત મિશ્રા અને સહાયક કોચ મોહમ્મદ કૈફે વર્યુઅલ મીટમાં કેટલાક કોરોના યોદ્ધોઓ સાથે વાત કરી હતી, જેમાં ડોક્ટર અને પોલીસ અધિકારી સામેલ હતા.
આ પણ વાંચો - IPL 2020માં આ વખતે બોલિવૂડનો ગ્લેમરસ જોવા મળશે, આ અભિનેત્રી કરશે એન્કરિંગ
‘તમારા કામ પ્રેરિત કરતા રહેશે’
ઇશાંત શર્માએ કહ્યું હતું કે બધા સફાઇકર્મીઓ, ડોક્ટર્સ, સુરક્ષાબળો, રક્તદાન કરનાર લોકો, સમાજસેવકો અને તેમના પરિવારોને આ માનવતાની સેવા માટે અમારી સલામ છે. અમિત મિશ્રાએ કહ્યું કે આ કોરોના યોદ્ધોઓને ધન્યવાદ આપવા માટે શબ્દો જ પુરતા નથી. તમને બધાને અમારા સલામ. તમારું કામ પ્રેરિત કરતું રહેશે. કૈફે કહ્યું હતું કે જિંદગીની આ લડાઇમાં બીજાને પોતાનાથી આગળ રાખવા માટે ઝનૂન અને નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. દુનિયાને શાનદાર બનાવવા માટે હું તમને બધાને સલામ કરું છું.
Published by:Ashish Goyal
First published:September 18, 2020, 21:10 pm