IPL 2020 : જીત સાથે દિલ્હી પ્લેઓફમાં, બેંગલોરે હારીને પણ અંતિમ-4માં સ્થાન બનાવ્યું

દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો

દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો

  • Share this:
    અબુધાબી : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ અજિંક્ય રહાણે(60) અને શિખર ધવનની અડધી સદીની (54)મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. દિલ્હીએ જીત સાથે પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે. બીજી તરફ બેંગલોરનો પરાજય થયો હોવા છતા તેણે 14 પોઇન્ટ અંતિમ-4માં સ્થાન બનાવવા સફળ રહ્યું છે. તેની રનરેટ કોલકાતા કરતા સારી હોવાથી ફાયદો મળ્યો છે.

    દિલ્હી કેપિટલ્સ

    • પંત 8, સ્ટોઇનિસ 10 રને અણનમ

    • રહાણેના 46 બોલમાં 60 રન

    • ઐયર 7 રને આઉટ

    • શિખર ધવનના 41 બોલમાં 54 રન

    • પૃથ્વી શો 9 રને આઉટ


    રોયલ ચેલેન્જર્સ બેંગલોર

    • ડી વિલિયર્સના 21 બોલમાં 35 રન

    • શિવમ દુબે 17 રનને રબાડાનો શિકાર બન્યો

    • મોરિસ ખાતું ખોલાયા વિના આઉટ

    • પડિક્કલના 41 બોલમાં 50 રન

    • વિરાટ કોહલી 29 રને આઉટ

    • ફિલિપ 10 રને આઉટ

    • દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


    રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન

    દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે
    Published by:Ashish Goyal
    First published: