રમત-જગત

  • associate partner

આઈપીએલ 2020 પર મોટા સમાચાર, આ દિવસથી શરુ થઈ શકે છે ટૂર્નામેન્ટ

News18 Gujarati
Updated: May 20, 2020, 6:31 PM IST
આઈપીએલ 2020 પર મોટા સમાચાર, આ દિવસથી શરુ થઈ શકે છે ટૂર્નામેન્ટ
આઈપીએલ 2020 પર મોટા સમાચાર, આ દિવસથી શરુ થઈ શકે છે ટૂર્નામેન્ટ

વધારેમાં વધારે ફ્રેન્ચાઈઝી વિદેશી ખેલાડીઓની સાથે જ આઈપીએલ રમવા માંગે છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે બીસીસીઆઈએ પોતાની સૌથી મોટી ટૂર્નામેન્ટ અને દુનિયાની સૌથી મોટી લીગ આઇપીએલને અનિશ્ચિતકાળ માટે ટાળવી પડી છે. જોકે હવે આઈપીએલના આયોજનની સંભાવના વધી ગઈ છે. આ ખરાબ સમયમાં ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર છે કે બીસીસીઆઈ આઇપીએલની 13મી સિઝનનું આયોજન 25 સપ્ટેમ્બરથી કરાવવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ટૂર્નામેન્ટ એક નવેમ્બર સુધી ચાલી શકે છે. જોકે આ ત્યારે જ સંભવ બની શકશે જ્યારે કોરોના વાયરસના મામલા ઓછા થશે.

સપ્ટેમ્બરમાં રમાશે આઈપીએલ? - જેવી રમત મંત્રાલયે સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ પરિસરમાં ખેલાડીઓને ટ્રેનિંગની મંજૂરી આપી તે સાથે જ આઈપીએલ પર વાતચીત શરુ થઈ ગઈ હતી. રિપોર્ટ પ્રમાણે 25 સપ્ટેમ્બર થી 1 નવેમ્બરની વચ્ચે આઈપીએલના આયોજનની રણનીતિ પર વાતચીત કરી છે. એક ફ્રેન્ચાઈઝીના અધિકારીએ પણ કહ્યું કે આગળની રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આગળની નીતિઓ બનાવવામાં આવી રહી છે. ખબર છે કે રણનીતિમાં વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે.

આ પણ વાંચો - શું સુંદર અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ?

ખાસ વાત એ છે કે વધારેમાં વધારે ફ્રેન્ચાઈઝી વિદેશી ખેલાડીઓની સાથે જ આઈપીએલ રમવા માંગે છે. ચેન્નઈ સુપરકિંગ્સે તો તેના પર ખુલીને પોતાનો મત રજુ કર્યો છે. ચેન્નઈ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ કહ્યું હતું કે જો વિદેશી ખેલાડી લીગમાં નહી આવે તો આઈપીએલ બીજી વિજય હજારે ટ્રોફી બનીને રહી જશે. પરંતુ અંતમા બધુ કોરોના વાયરસના મામલા પર આવીને ઉભુ રહે છે. જો કોરોના વાયરસના કેસ રોકાશે નહી તો ફરીથી લીગને રદ કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહેશે નહી.

આઈપીએલની યોજનાનો મતલબ ટી-20 વર્લ્ડ કપ સ્થગિત - હવે એક તરફ સપ્ટેમ્બરમાં આઈપીએલના આયોજનના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આ સમાચારનો મતલબ છે કે આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ નહી થાય. ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોમ્બરથી શરુ થનારી આ ટુર્નામેન્ટ 2022 સુધી સ્થગિત કરવામાં આવી શકે છે. આગામી વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન છે, અને તેના પછી 2022 માં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી શકે છે.
First published: May 20, 2020, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading