રમત-જગત

  • associate partner

IPL 2020: જાડેજાએ અંતિમ બે બોલમાં બે સિક્સર ફટકારી ટીમની જીત અપાવી

News18 Gujarati
Updated: October 29, 2020, 11:43 PM IST
IPL 2020: જાડેજાએ અંતિમ બે બોલમાં બે સિક્સર ફટકારી ટીમની જીત અપાવી
ઋતુરાજ ગાયકવાડના 72 રન, રવીન્દ્ર જાડેજાના 11 બોલમાં આક્રમક 31 રન

ઋતુરાજ ગાયકવાડના 72 રન, રવીન્દ્ર જાડેજાના 11 બોલમાં આક્રમક 31 રન

  • Share this:
દુબઈ : ઋતુરાજ ગાયકવાડના 72 રન બાદ રવીન્દ્ર જાડેજાના 11 બોલમાં આક્રમક 31 રનની મદદથી ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 178 રન બનાવી લીધા હતા. જાડેજાએ અંતિમ બે બોલમાં બે સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી.

ચેન્નઈ સુપરકિંગ્સ


  • જાડેજાના 11 બોલમાં 2 ફોર, 3 સિક્સર સાથએ અણનમ 31

  • ઋતુરાજ ગાયકવાડના 53 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 72 રન

  • ધોની ફરી ફ્લોપ રહેતા 1 રને બોલ્ડ થયો
  • અંબાતી રાયડુના 20 બોલમાં 38 રન

  • વોટ્સન 14 રને કેચઆઉટ


કોલકાતા નાઇટ રાઇડર્સ

  • દિનેશ કાર્તિકના 10 બોલમાં અણનમ 21 રન

  • નીતિશ રાનાના 61 બોલમાં 10 ફોર, 4 સિક્સર સાથે 87 રન

  • મોર્ગનના 15 રન

  • રિન્કુસિંઘ 11 રને કેચ આઉટ

  • સુનીલ નરૈન 7 રને આઉટ

  • શુભમન ગિલ 26 રન બનાવી બોલ્ડ

  • ચેન્નઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર

કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી
Published by: Ashish Goyal
First published: October 29, 2020, 8:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading