નવી દિલ્હી : ક્રિકેટની દુનિયામાં ઘણા એવા ખેલાડી છે જેમના સંબંધમાં હંમેશા મતભેદ રહ્યો છે. આવા જ બે નામ છે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes)અને વેસ્ટ ઇન્ડીઝનો ક્રિકેટર માર્લોન સેમ્યુઅલ્સ (Marlon Samuels). આ બંને ખેલાડીઓ વચ્ચે હંમેશા લડાઇ રહી છે. આ લડાઇ સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે. સેમ્યુઅલ્સે બેન સ્ટોક્સના એક મજાકને નિશાન બનાવ્યું છે અને તેની પત્ની વિશે અપશબ્દો કહ્યા છે. આ કારણે સેમ્યુઅલ્સની ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ન અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોર્ને ટિકા કરી છે.
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને સેમ્યુઅલ્સની બેન સ્ટોક્સની પત્ની પર કરેલી ટિપ્પણીને ઘણી દુખદ ગણાવી છે. વોર્ને ટ્વિટર પર બંનેના નિવેદનનો સ્ક્રિનશોટ શેર કરતા લખ્યું કે એક તરફ આપણે ક્રિકેટમાંથી જાતિવાદ ખતમ કરવા માંગીએ છીએ. બીજી તરફ સેમ્યુઅલ્સનું નિવેદન દુખદ છે. સ્ટોક્સના નિવેદનને એટલું મહત્વ આપવું જોઇતું ન હતું.
બીજી તરફ શેન વોર્ને પણ ટ્વિટ કરતા લખ્યું કે માર્લોન સેમ્યુઅલ્સને મદદની જરૂર છે. વોર્ને ટ્વિટ કર્યું કે ઘણી ખરાબ સ્થિતિ છે. સેમ્યુઅલ્સને મદદની જરૂર છે. તેનો કોઈ મિત્ર નથી અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ તેને પસંદ કરતી નથી.
બેન સ્ટોક્સે આઈપીએલ સાથે જોડાતા પહેલા યૂએઈમાં ક્વોરન્ટાઇન રહેવાને ઘણું મુશ્કેલ ગણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે પોતાના દુશ્મનને પણ ક્વૉરન્ટાઇન રાખવાનું પસંદ કરશે નહીં. સ્ટોક્સે કહ્યું હતું કે હું નથી ઇચ્છતો કે કોઇપણ, મારા દુશ્મન પણ તેનો અનુભવ કરે. મેં તેને લઈને મારા ભાઈને પણ મેસેજ કર્યો હતો. જે પછી મારા ભાઈએ મને મજાકમાં કહ્યું હતું કે શું તમે માર્લોન સેમ્યુઅલ્સ સાથે પણ આવું ઇચ્છશો નહીં. મેં જવાબ આપતા કહ્યું કે ના, તેના માટે પણ નહીં. ક્વૉરન્ટાઇનનો અનુભવ ઘણો ખરાબ હતો. આ મજાક સેમ્યુઅલ્સને પસંદ પડી ન હતી અને તેણે સ્ટોક્સની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર