IPL Auction: જેને બે સિઝનમાં કોઈએ ના ખરીદ્યો, તે ત્રણ ગણા રુપિયામાં વેચાયો

News18 Gujarati
Updated: December 19, 2019, 5:03 PM IST
IPL Auction: જેને બે સિઝનમાં કોઈએ ના ખરીદ્યો, તે ત્રણ ગણા રુપિયામાં વેચાયો
તેના માટે કેકેઆર સાથે દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી પણ આખરે કોલકાતાએ બાજી મારી

તેના માટે કેકેઆર સાથે દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી પણ આખરે કોલકાતાએ બાજી મારી

  • Share this:
નવી દિલ્હી : ઇંગ્લેન્ડના વન-ડે અને ટી-20ના કેપ્ટન ઇયોન મોર્ગનને આઈપીએલ-2020ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 5.25 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 1.50 કરોડ રુપિયા હતી. તેના માટે કેકેઆર સાથે દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી પણ આખરે કોલકાતાએ બાજી મારી હતી.

મોર્ગને છેલ્લા કેટલાક વર્ષમાં શાનદાર બેટિંગ કરી છે. આ વર્ષે તેની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. તે ડાબોડી બેટ્સમેન છે અને મિડલ ઓર્ડરમાં ઝડપી રન બનાવવા માટે જાણીતો છે.

આ પણ વાંચો - LIVE IPL Auction: કમિન્સને 15.50 કરોડ રુપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો

મોર્ગનને આ પહેલા બે સિઝનમાં આઇપીએલની હરાજીમાં કોઈએ ખરીદ્યો ન હતો. બે વખત હરાજીમાં ટીમોએ તેને લઈને કોઈ રસ દાખવ્યો ન હતો. તે સૌથી પહેલા 2010માં સામેલ થયો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2.20 કરોડ રુપિયામં ખરીદ્યો હતો. જોક તેને ખાસ તક મળી ન હતી. આ સિઝન પછી તેને બહાર કરી દીધો હતો. આઈપીએલ 2011 પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે 3.50 કરોડ રુપિયામાં તેને પોતાની સાથે જોડ્યો હતો. તે 3 વર્ષ આ ટીમ સાથે રહ્યો હતો. આઈપીએલ-2014માં તે ઇંગ્લેન્ડની વન-ડે શ્રેણીના કારણે રમ્યો ન હતો.
First published: December 19, 2019, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading