Home /News /sport /

IPL: જયપુરમાં મેચ, પણ સવાઇ માનસિંહ સ્ટેડિયમ પાસે ફાયર NOC જ નથી

IPL: જયપુરમાં મેચ, પણ સવાઇ માનસિંહ સ્ટેડિયમ પાસે ફાયર NOC જ નથી

IPL:જયપુરમાં મેચ, પણ સવાઇ માનસિંહ સ્ટેડિયમ પાસે ફાયર NOC જ નથી

જયપુરમાં 25 માર્ચથી IPL-12માં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો થશે

    રાજસ્થાનની રાજધાની જયપુરમાં સોમવારથી (25 માર્ચ) IPL-12માં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો થશે. જોકે મેચના એક દિવસ પહેલા સુધી જયપુર નગર નિગમે સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં ફાયર એનઓસી (NOC)જારી કર્યું નથી. ચીફ ફાયર ઓફિસર જગદીશ ફુલવારી પોતાની ટીમ સાથે સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું પણ તે ફાયરની વ્યવસ્થાઓથી સંતુષ્ટ જણાયા ન હતા. આ પહેલા ફાયર ઓફિસર નોટિસ પણ જારી કરી ચૂક્યા છે.

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2018માં થયેલા આઈપીએલ મેચોની સાથે આરસીએનો વિવાદ બહાર આવ્યો હતો. જેના કારણે નિગમે સ્ટેડિયમમાં સુરક્ષાની તૈયારીઓ પૂરી ન થવાથી મેચ શરુ થતા પહેલા ફાયર એનઓસી રોકી દીધી હતી. આ વખતે પણ નિગમ તરફથી ફાયર એનઓસી આપવામાં આવી નથી. આથી ફરી એક વખત આઈપીએલ મેચો પહેલા સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.

    આ પણ વાંચો - VIDEO: માહીએ દીકરીને ગુજરાતીમાં પૂછ્યુ 'કેમ છો?' જુઓ ક્યુટ જીવાનો જવાબ

    જયપુરમાં રમાનાર રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ બંને ટીમો ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમશે. મેચ માટે બંને ટીમો જયપુર પહોંચી ગઈ છે. રવિવારે બંને ટીમોએ સખત પ્રેક્ટિસ કરી હતી. આ વખતે જયપુરની સાત આઈપીએલ મેચોની યજમાની મળી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, Ipl match, NOC, Stadium, આઇપીએલ, જયપુર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन