ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન શનિવારથી શરુ થનાર છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ રમાશે. બંને ટીમોમાં એકથી એક ચડિયાતા ખેલાડી છે. વિરાટ કોહલી અને ધોની પ્રથમ મેચમાં મજબૂત ટીમ ઉતારીને જીત મેળવવાનો પ્રયત્ન કરશે. આઈપીએલ શરુ થતાની સાથે જ પ્રશંસકો પાસે પણ મજબૂત ટીમ ઉતારીને લાખોપતિ બનવાની તક છે. અમે વાત કરી રહ્યા છીએ Dream11ની, જેમાં તમે યોગ્ય ટીમ પસંદ કરીને 20 લાખ રુપિયા સુધી કમાવી શકો છો.