યૂસુફ પઠાણે SRHની ટીમને આ ખાસ પ્રસંગે આપી શાહી દાવત

યૂસુફ પઠાણે SRHની ટીમને આ ખાસ પ્રસંગે આપી શાહી દાવત

બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને યૂસુફ પઠાણે પાર્ટી આપી

 • Share this:
  બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને યૂસુફ પઠાણે પાર્ટી આપી હતી. પોતાના મેરેજ એનિવર્સરી પર આખી ટીમને યૂસુફે દાવત આપી હતી. યૂસુફ અને તેની પત્ની અફરીન ખાનના લગ્નને છ વર્ષ પૂરા થયા છે. આ દાવત પછી યૂસુફના સાથી ખેલાડીઓએ તસવીરો શેર કરીને તેનો આભાર માન્યો હતો અને મેરેજ અનિવર્સરીના અભિનંદન પાઠવ્યા હતા.

  36 વર્ષના યૂસુફે આ પહેલા સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે હેપ્પી એનિવર્સરી માય લવ.

  સનરાઇઝર્સની ટીમ હાલના સમયે હૈદરાબાદમાં છે. જે તે શુક્રવારે પોતાની આગામી મેચ રાજસ્થાન સામે રમશે. પ્રથમ મેચમાં પરાજય પછી હૈદરાબાદની ટીમની જીતની જરુર છે.
  Published by:Ashish Goyal
  First published: