વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના ભરોસે નહીં રમે ટીમ ઇન્ડિયા, આ છે કારણ!

News18 Gujarati
Updated: May 13, 2019, 9:33 PM IST
વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના ભરોસે નહીં રમે ટીમ ઇન્ડિયા, આ છે કારણ!
વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના ભરોસે નહીં રમે ટીમ ઇન્ડિયા, આ છે કારણ!

હવે આખા દેશની નજર વર્લ્ડ કપ ઉપર છે, જેની શરુઆત 30 મે થી ઇંગ્લેન્ડમાં થઈ રહી છે

  • Share this:
ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન પૂરી થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું છે. હવે આખા દેશની નજર વર્લ્ડ કપ ઉપર છે. જેની શરુઆત 30 મે થી ઇંગ્લેન્ડમાં થઈ રહી છે. ભારત પાસે વર્લ્ડ કપ રમવા માટે ઘણા મેચ વિનર ખેલાડી છે પણ તેમાં સૌથી મોટુ નામ વિરાટ કોહલીનું છે. આઈપીએલ ખતમ થતા-થતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઇંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા વિરાટ કોહલીના વિશ્વાસે રમશે નહીં. આ ટીમનો દરેક ખેલાડી રંગમાં છે અને પોતાના દમ ઉપર મેચ જીતાડવાનો દમ રાખે છે.

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ફોર્મમાં
આઈપીએલમાં ભારતના ટોપ ખેલાડીઓએ રન બનાવ્યા છે. લોકેશ રાહુલે આઈપીએલમાં 593 રન બનાવ્યા છે. શિખર ધવને 521 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 405 રન બનાવ્યા છે.

મિડલ ઓર્ડરની વાત કરવામાં આવે તો ધોની અને હાર્દિક પંડ્યા જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. પંડ્યાએ 44.66ની એવરેજથી 402 રન બનાવ્યા છે. ધોનીએ 83.20ની એવરેજથી 416 રન બનાવ્યા છે. ટીમ ઇન્ડિયાના બેટિંગ ઓર્ડરની સૌથી નબળી કડી મિડલ ઓર્ડરને માનવામાં આવતી હતી પણ ધોની અને પંડ્યા ફોર્મમાં આવતા આ સમસ્યા દૂર થઈ છે.બોલરો પણ શાનદાર લયમાંટીમ ઇન્ડિયાના બેટ્સમેનો જ નહીં બોલરોએ પણ આઈપીએલમાં પોતાના દમ બતાવ્યો છે. બુમરાહે 16 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. ઇકોનોમી રેટ 7 રન પ્રતિ ઓવરથી ઓછી રહી છે. મોહમ્મદ શમીએ 19 વિકેટ ઝડપી છે. યુજવેન્દ્ર ચહલે 18 વિકેટ અને ભુવનેશ્વર કુમારે 13 વિકેટ ઝડપી હતી.

ભારતના આ બધા ખેલાડીઓએ આઈપીએલમાં દબાણભરી સ્થિતિમાં પોતાને સાબિત કર્યા છે. આશા છે કે હવે ટીમ ઇન્ડિયાના આ ખેલાડી વર્લ્ડ કપમાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરીને ટીમને ત્રીજી વખત વર્લ્ડ કપમાં જીત અપાવશે.
First published: May 13, 2019, 9:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading