ન્યૂઝ18 ગુજરાતી: શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હીએ સુપર ઓવરમાં જીત મેળવી હતી. કોલકાતાનો યુવા સ્ટાર બેસ્ટમેન શુભમન ગિલ મેચમાં ખૂબ જ વિચિત્ર રીતે રન આઉટ થયો હતો. આ મેચની 10મી ઓવરમાં સંદીપ લમિછાને બોલિંગ કરવા આવ્યો હતો. તેનો પહેલો બોલ ગિલે કવર્સ તરફ રમ્યો હતો. ગિલને લાગ્યું કે બોલ બાઉન્ડ્રી પાર ગયો છે. જ્યારે બાઉન્ડ્રી પર ઊભેલા કેગિસો રબાડાએ બોલને રોક્યો હતો અને હર્ષદ પટેલને બોલ આપ્યો હતો. ત્રીજો રન પૂરો કરતાં પહેલાં તે ગિલ રનઆઉટ થયો તો. રિપ્લે જોતાં સ્પષ્ટ થઇ ગયું કે ભૂલ ગિલની હતી. તેને લાગ્યું કે બોલ બાઉન્ડ્રી પાર ગયો છે અને આરામથી ક્રીઝ તરફ તોડી રહ્યો હતો.
કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની આ મેચ બહુ જ રોમાંચક અંદાજમાં ટાઇ થઇ હતી. દિલ્હીને જીત માટે 186 રનની જરૂર હતી, પરંતુ દિલ્હીની ટીમ 185 રન બનાવી શકી હતી. જે બાદ વિજેતાનો નિર્ણય સુપરઓવરથી થયો. દિલ્હીએ સુપરઓવરમાં 10 રન કર્યા હતા. જ્યારે કોલકાતા માત્ર 7 રન બનાવી શકી હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર