IPL 2019: ‘ખેલાડી જાતે જ નક્કી કરે, આઈપીએલમાં કેટલી મેચો રમવી’

વર્લ્ડ કપ ચાર વર્ષમાં એક વખત આવે છે અને આઈપીએલ દર વર્ષે યોજાય છે - વિરાટ કોહલી

News18 Gujarati
Updated: March 15, 2019, 5:35 PM IST
IPL 2019: ‘ખેલાડી જાતે જ નક્કી કરે, આઈપીએલમાં કેટલી મેચો રમવી’
IPL 2019: ‘ખેલાડી જાતે જ નક્કી કરે, આઈપીએલમાં કેટલી મેચો રમવી’
News18 Gujarati
Updated: March 15, 2019, 5:35 PM IST
ભારતીય ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવા ઉતરવાના છે. જેના કારણે ખેલાડી પર પડનાર કામનો ભાર ચર્ચાનો વિષય બન્યો છે. જોકે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એ નિર્ણય પોતાના સાથીઓ પર છોડ્યો છે કે તેમણે ટી-20 ટૂર્નામેન્ટમાં કેટલી મેચો રમવી અને કેટલી નહીં. આઈપીએલ 23 માર્ચથી શરુ થવાની છે. આઈપીએલ સમાપ્ત થયા પછી તરત જ ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ રવાના થશે. જ્યાં 30 મે થી વર્લ્ડ કપ રમાશે.

પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ પહેલા જ કહી ચૂક્યા છે કે ખેલાડીઓ ઉપર પડી રહેલા કામના ભારને લઈને ફ્રેન્ચાઇઝી સાથે વાત કરવામાં આવી છે. જોકે કોહલીએ કહ્યું હતું કે પોતાના કાર્યભારને વ્યવસ્થિત કરવો ખેલાડીનું કામ છે.

આ પણ વાંચો - IPL 2019: ચોથી વખત ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે ધોનીના ‘સુપરકિંગ્સ’

કોહલીએ કહ્યું હતું કે અમે ખેલાડીઓને પોતાની સમજણથી કામ લેવાની અને ફ્રેન્ચાઇઝી પ્રબંધનને સુચિત કરવાની જવાબદારી આપી છે. તે અમારા ફિઝીયો પૈટ્રિક ફરહાર્ટના સંપર્કમાં રહેશે. અમે કોઈ એવો સમય બતાવીશું જ્યાં ખેલાડી આરામ કરી શકે છે. તે નિશ્ચિત રીતે આ તકનો ફાયદો ઉઠાવશે. વર્લ્ડ કપ ચાર વર્ષમાં એક વખત આવે છે અને આઈપીએલ દર વર્ષે યોજાય છે. જોકે તેનો મતલબ એ નથી કે અમે ટૂર્નામેન્ટમાં રમવાને લઈને પ્રતિબદ્ધ નથી. અમારે હોશિયાર બનવું પડશે અને સારા નિર્ણયો લેવા પડશે. કોઈ ખેલાડીને કોઈ નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવશે નહીં.

કોહલીએ કહ્યું હતું કે ભારતીય ટીમ માટે આ સત્ર ઘણું વ્યસ્ત રહ્યું હતું પણ ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે અને ખેલાડી આઈપીએલની મજા ઉઠાવવાના હકદાર છે. અમે જે રીતની ક્રિકેટ રમ્યા છીએ તેનાથી ખુશ છીએ.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर