Home /News /sport /

IPL 12માં પ્રથમ જીત પછી કોહલીને મળી સજા, ભરવો પડશે આટલો દંડ

IPL 12માં પ્રથમ જીત પછી કોહલીને મળી સજા, ભરવો પડશે આટલો દંડ

IPL 12માં પ્રથમ જીત પછી કોહલીને મળી સજા, ભરવો પડશે આટલો દંડ

આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વર્તમાન સિઝનમાં સતત છ હારનો સિલસિલો તોડતા પ્રથમ જીત મેળવી

    આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વર્તમાન સિઝનમાં સતત છ હારનો સિલસિલો તોડતા પ્રથમ જીત મેળવી હતી. આ જીત છતા વિરાટ કોહલીને ફટકો પડ્યો હતો. સ્લો ઓવર રેટના કારણે ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દંડ ફટકારવામાં આવ્યો હતો.

    આઇપીએલની આચાર સંહિતા પ્રમાણે વિરાટ કોહલીની ટીમની આ પ્રથમ ભૂલ હતી. જેથી તેને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો - આજે IPLમાં તૂટી શકે છે ગંભીરનો આ મોટો રેકોર્ડ, આ ખેલાડી બનશે નંબર 1

    બેંગલોરે પોતાનો પ્રથમ વિજય કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેળવ્યો હતો. પંજાબે ક્રિસ ગેઈલના અણનમ 99 રનની મદદથી 174 રન બનાવ્યા હતા. જવાબમાં કેપ્ટન કોહલીના 67 અને એબી ડી વિલિયર્સના 59 રનની મદદથી જીત મેળવી હતી. આ જીત સાથે આરસીબીના બે પોઇન્ટ થયા છે અને તે પોઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાને છે. હવે તે સોમવારે આગામી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, KXIP, RCB, વિરાટ કોહલી

    આગામી સમાચાર