લોકસભાની ચૂંટણી છતાં આ વર્ષે દેશમાં જ રમાશે IPL, 23 માર્ચથી શરૂ થશે 'સંગ્રામ'

News18 Gujarati
Updated: January 9, 2019, 1:01 PM IST
લોકસભાની ચૂંટણી છતાં આ વર્ષે દેશમાં જ રમાશે IPL, 23 માર્ચથી શરૂ થશે 'સંગ્રામ'
એવી અટકળો હતી કે લોકસભાની ચૂંટણીને જોતાં આ વખતે આઇપીએલ વિદેશમાં રમાશે

એવી અટકળો હતી કે લોકસભાની ચૂંટણીને જોતાં આ વખતે આઇપીએલ વિદેશમાં રમાશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આ વખતે એટલે કે આઇપીએલ 2019 ભારતમાં જ રમાશે. એવી અટકળો હતી કે લોકસભાની ચૂંટણીને જોતાં આ વખતે આઇપીએલ વિદેશમાં રમાશે. જોકે, બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી દીધી છે કે, ટૂર્નામેન્ટનો કાર્યક્રમ તૈયાર છે. ટૂર્નામેન્ટ 23 માર્ચથી શરૂ થશે. જોકે, સમગ્ર કાર્યક્રમની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, લોકસભાની ચૂંટણીને લીધે વર્ષ 2009માં આઇપીએલ સાઉથ આફ્રીકામાં રમાઇ હતી. ઉપરાંત આઇપીએલ 2014માં પણ કેટલીક મેચો દુબઇમાં રમાઇ હતી.

બીસીઆઇએ કહ્યું કે, 'કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સમિતિ સીઓએએ મંગળવારે દિલ્હીમાં બેઠક યોજી હતી અને આઇપીએલ-2019ના સ્થળો અને વિન્ડો અંગે ચર્ચા કરી હતી.'

નિવેદન પ્રમાણે, 'કેન્દ્ર અને રાજ્યોની એન્જસીઓ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો છે કે, આઇપીએલની 12મી સિઝનનું આયોજન ભારતમાં જ કરવામાં આવશે. આઇપીએલ-2019ની શરૂઆત 23 માર્ચથી થશે. જ્યારે આગળનો કાર્યક્રમ પછી જાહેર કરવામાં આવશે.'

બીસીસીઆઇના નિવેદન પ્રમાણે, 'સીઓએ આઇપીએલ સાથે જોડાયેલા લોકો સાથે કાર્યક્રમને લઇને ચર્ચા કરશે.'
First published: January 9, 2019
વધુ વાંચો
अगली ख़बर