આઈપીએલ-2019 ભારતમાં જ રમાશે, આ તારીખથી થશે શરુ

આ પહેલા 2009 અને 2014માં લોકસભાની ચૂંટણીના કારણે આઈપીએલનું આયોજન વિદેશમાં કરવામાં આવ્યું હતું

News18 Gujarati
Updated: January 8, 2019, 5:44 PM IST
આઈપીએલ-2019 ભારતમાં જ રમાશે, આ તારીખથી થશે શરુ
ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે ખુશખબર, આઈપીએલ ભારતમાં જ રમાશે
News18 Gujarati
Updated: January 8, 2019, 5:44 PM IST
ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે ખુશખબર છે કે આઇપીએલ-12 ભારતમાં જ 23 માર્ચથી રમાશે. પહેલા એમ માનવામાં આવતું હતું કે આ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે આઈપીએલની 12મી સિઝન વિદેશમાં રમાશે. જોકે બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ મંગળવારે નવી દિલ્હીમાં બેઠક કરીને એ વાતનો પ્રસ્તાવ રાખ્યો છે કે આઈપીએલ ભારતમાં જ રમાશે. સીઓએએ બેઠક આયોજન સ્થળ અને કાર્યક્રમ પર ચર્ચા માટે બોલાવવામાં આવી હતી. આઈપીએલનો આખો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો નથી. વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત પછી કરવામાં આવશે.

આ પહેલા 2009 અને 2014માં લોકસભાની ચૂંટણીના કારણે આઈપીએલનું આયોજન વિદેશમાં કરવામાં આવ્યું હતું. 2009માં દક્ષિણ આફ્રિકામાં અને 2014માં અડધી ટૂર્નામેન્ટ યૂએઈમાં રમાઈ હતી.

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી જીતવા બદલ ભારતીય ટીમને ઇનામ

બીસીસીઆઈ દ્વારા જાહેર કરેલ નિવેદનમાં કહ્યું હતું કે ઉપયુક્ત કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ-અધિકારીઓ સાથે શરુઆતી ચર્ચા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌથી વધારે પૈસા વાળી ટી-20 ટૂર્નામેન્ટની 12મી સિઝન ભારતમાં રમાશે.

આઈપીએલની બધી ટીમોઅ 2019ની સિઝન માટે પોતાની ટીમો તૈયાર કરી લીધી છે.
First published: January 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...