Home /News /sport /KXIP vs SRH: ડેવિડ વોર્નર ઝળક્યો, હૈદરાબાદનો 45 રને વિજય

KXIP vs SRH: ડેવિડ વોર્નર ઝળક્યો, હૈદરાબાદનો 45 રને વિજય

વોર્નરના 56 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 81 રન, હૈદરાબાદે પ્લેઓફની દાવેદારી મજબૂત બનાવી

વોર્નરના 56 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 81 રન, હૈદરાબાદે પ્લેઓફની દાવેદારી મજબૂત બનાવી

ડેવિડ વોર્નરની અડધી સદી (81) પછી રાશિદ ખાન (21 રનમાં 3 વિકેટ) અને ખાલિલ અહમદ (3 વિકેટ)ની ચુસ્ત બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 45 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 167 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે હૈદરાબાદે 12 પોઇન્ટ સાથે પોતાની પ્લેઓફની દાવેદારી મજબૂત બનાવી છે. લોકેશ રાહુલે 56 બોલમાં 4 ફોર અને 5 સિક્સર સાથે 79 રન બનાવી લડત આપી હતી.

ક્રિસ ગેઈલ 4 રન બનાવી આઉટ થયો હતો. મયંક અને રાહુલે બાજી સંભાળતા 60 રનની ભાગીદારી નોંધાવી હતી. મયંક 27 રને રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. પૂરન 21, મિલર 11 અને અશ્વિન 00 રને આઉટ થતા પંજાબે 107 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. લોકેશ રાહુલે 79 રન બનાવી શાનદાર બેટિંગ કરી હતી.

આ પહેલા હૈદરાબાદનો રિદ્ધિમાન સાહા 28 રન બનાવી એમ.અશ્વિનનો શિકાર બન્યો હતો. સાહા અને વોર્નર વચ્ચે પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી નોંધાઈ હતી. વોર્નરે શાનદાર ફોર્મ જારી રાખતા 38 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા. અડધી સદી પછી આક્રમક બેટિંગ જારી રાખી હતી. પાંડે સાથે વોર્નરે રનની ભાગીદારી નોંધાવી હતી. પાંડે 36 રને આઉટ થયો હતો.

પાંડેના આઉટ થયા પછી વોર્નર 56 બોલમાં 81 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. વોર્નરે 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પંજાબ તરફથી શમી અને અશ્વિને સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી હતી. કિંગ્સ ઇલેવન પંજાબના સુકાની આર.અશ્વિને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
First published:

Tags: Hyderabad, Ipl 2019, Kings xi punjab, Live score, Sunrisers hyderabad