સંજૂ સૈમસનની સદીની આ દિગ્ગજ પ્લેયરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી!

સંજૂ સૈમસને 55 બોલમાં દસ ફોર અને ચાર સિક્સરની મદદથી 102 રનની નોટઆઉટ ઇનિંગ રમીને તહેલકો મચાવી દીધો

સંજૂ સૈમસને 55 બોલમાં દસ ફોર અને ચાર સિક્સરની મદદથી 102 રનની નોટઆઉટ ઇનિંગ રમીને તહેલકો મચાવી દીધો

 • Share this:
  રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન સંજૂ સૈમસને હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેજબાન સનરાઈઝર્સની વિરુદ્ધ 55 બોલમાં દસ ફોર અને ચાર સિક્સરની મદદથી 102 રનની નોટઆઉટ ઇનિંગ રમીને તહેલકો મચાવી દીધો. આ હાલની સીઝનની પહેલી સદી પણ છે, પરંતુ તેનાથી પણ મજેદાર વાત એ છે કે સૈમસનના દમદાર પ્રદર્શનની ભવિષ્યવાણી ટીમના મેન્ટર અને ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ને આઈપીએલ 2019ના શરૂ થતાં પહેલા જ કરી દીધી હતી.

  ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ અને 194 વનડેમાં 1001 વિકેટ લેનારા વોર્નની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સે 2008માં લીગનો પહેલો ખિતાબ જીત્યો હતો અને ત્યારથી તે ટીમની સાથે એક સમયે કેપ્ટન, બાદમાં કોચ અને હાલ મેન્ટર તરીકે જોડાયેલા છે. જ્યારે યુવા ક્રિકેટર્સની પરખવાની તેમની ક્ષમતા પર બધા જ આફરીન છે.

  આ પણ જુઓ: IPL મેચમાં ખેલાડીઓથી વધારે અટેન્શન મેળવી રહી છે ધોનીની દીકરી જીવા

  શેન વોર્ને આઈપીએલ 2019ના શરૂ થવાના પહેલા જ કહ્યું હતું કે આ વખતે સંજૂ સૈમસન આઈપીએલના મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર (MVP) સાબિત થઈ શકે છે. આ ઉપરાંત વોર્ને પણ કહ્યું હતું કે સૈમસન આ વર્ષે (2019)ના અંત સુધી ટીમ ઈન્ડિયા માટે તમામ ફોર્મેટ્સમાં રમી શકે છે. અત્યાર સુધી સંજૂ સૈમસને 83 આઈપીએલ મેચોમાં બે સદી અને દસ અડધીસદીની મદદથી 1999 રન બનાવ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: