ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલર મોહિત શર્મા ભલે આ સિઝનમાં એકપણ મુકાબલો ન રમ્યો હોય પણ તે ફિલ્ડની બહાર ટીમનું મનોરંજન કરવામાં કોઈ ખોટ છોડી રહ્યો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે હાલમાં જ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં મોહિત શર્મા પ્લેનમાં સફર દરમિયાન ટીમના ખેલાડીઓ અને પરિવારનો IQ ટેસ્ટ લેતો જોવા મળ્યો હતો.
મોહિત શર્મા પહેલા સાક્ષી ધોનીને ગણિતનો એક આસન સવાલ પુછે છે જેનો યોગ્ય જવાબ તે આપી શકતી નથી. આ પછી કર્ણ શર્મા સાથે વાત કરે છે પણ તે તેના સવાલમાં ફસાઈ જાય છે. જોકે રવીન્દ્ર જાડેજા મોહિતના આઈક્યુ સવાલોના ચક્રવ્યૂહમાં ફસાતો નથી અને સાચા જવાબ આપે છે.
ચેન્નાઈ પોતાની આગામી મેચ રવિવારે રાજસ્થાન સામે રમશે. આ મુકાબલો તેના હોમગ્રાઉન્ડ પર હશે, જેના માટે ચેન્નાઈની ટીમ પોતાના હોમ સિટી ચેન્નાઈ પહોંચી ગઈ છે. ચેન્નાઈ અત્યાર સુધી બે મેચ રમ્યું છે અને બંનેમાં વિજય મેળવ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર