ક્રિસ ગેઈલના 79 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 14 રને વિજય મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 184 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટે 170 રન બનાવી શક્યું હતું.
રહાણે 27 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. રહાણે અને બટલર વચ્ચે 78 રનની ભાગીદારી નોંધાઈ હતી. બટલરે 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. બટલર 69 રને રન આઉટ થયો હતો. સ્મિથ 20 અને સેમસન 30 રને કુરેનનો શિકાર બન્યા હતા. આ પછી સતત વિકેટો પડતા રાજસ્થાનનો પરાજય થયો હતો.
ક્રિસ ગેઈલના 47 બોલમાં 79 અને સરફરાઝ ખાનના 29 બોલમાં અણનમ 46 રનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઇપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 184 રન બનાવ્યા છે. રાજસ્થાનને જીતવા માટે 185 રનનો પડકાર આપ્યો છે. રાજસ્થાને અંતિમ 5 ઓવરમાં 59 રન ફટકાર્યા હતા.
લોકેશ રાહુલ 4 રને કુલકર્ણીનો શિકાર બન્યો હતો. અગ્રવાલ 22 રન બનાવી આઉટ થયો હતો. અગ્રવાલ અને ગેઈલ વચ્ચે 56 રનની ભાગીદારી નોધાઈ હતી. ગેઈલે આક્રમક બેટિંગ કરતા 47 બોલમાં 8 ફોર અને 4 સિક્સર સાથે 79 રન બનાવ્યા હતા. ગેઈલે 33 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી.
રાજસ્થાન રોયલ્સના સુકાની અજિંક્ય રહાણેએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનની ટીમમાં સ્ટિમ સ્મિથ પાછો ફરતા બેટિંગ લાઇનઅપ મજબૂત બની છે. બોલ ટેમ્પરિંગના કારણે સ્મિથ ગત વર્ષે આઈપીએલમાં રમી શક્યો ન હતો.