રોહિત શર્માએ આઉટ થવાથી બચવા અપનાવી અજીબ રીત, ક્યારેય જોઈ નહીં હોય

News18 Gujarati
Updated: April 13, 2019, 5:50 PM IST
રોહિત શર્માએ આઉટ થવાથી બચવા અપનાવી અજીબ રીત, ક્યારેય જોઈ નહીં હોય
રોહિત શર્માએ આઉટ થવાથી બચવા અપનાવી અજીબ રીત

આ સમયે કોમેન્ટ્રી કરી રહેલો આકાશ ચોપરા અને સંજય માંજરેકર પણ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા

  • Share this:
આઈપીએલ 2019માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલામાં રસપ્રદ ઘટના જોવા મળી હતી. ક્રિકેટના આ મુકાબલામાં બેટ્સમેન રોહિત શર્માએ ફૂટબોલ કિક દ્વારા પોતાની વિકેટ બચાવી હતી. આ ઘટનાને જેણે પણ જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાએ ઘણી ચર્ચા જગાવી છે.

મુંબઈની ઇનિંગ્સની 10મી ઓવર રાજસ્થાનના કૃષ્ણપ્પા ગૌતમે કરી હતી. ઓવરના પાંચમો બોલ લેડ સાઇડમાં થોડો વાઇડ નાખ્યો હતો. જેની ઉપર રોહિત શર્માએ પહેલા જ બહાર નિકળીને રમવાનું મન બનાવી લીધું હતું. જોકે બોલ વાઇડ રહેતા તેનો પ્લાન કામ આવ્યો ન હતો. આવા સમયે પોતાને સ્ટમ્પિંગથી બચાવવા રોહિતે ફૂટબોલ સ્કીલ બતાવતા બોલને ડાબા પગથી કિક મારી હતી. આથી બોલ લેડ સાઇડમાં ગયો હતો અને રોહિત આઉટ થવાથી બચી ગયો હતો.

(Photo: IPL)


રોહિતે બોલને જે રીતે કિક કર્યો તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિકેટ પાછળ રહેલા સંજુ સેમસને બોલ પકડવા ડાઇવ લગાવી હતી પણ બોલ તેના સુધી પહોંચ્યો જ ન હતો. આ સમયે કોમેન્ટ્રી કરી રહેલો આકાશ ચોપરા અને સંજય માંજરેકર પણ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. આકાશ ચોપડાએ કહ્યું હતું કે એવો સીન છે જેને સતત જોવો પડશે. આવું ક્રિકેટના મેદાનમાં પહેલા ક્યારેય જોયું નથી.ઉલ્લેખનીય છે કે ક્રિકેટના નિયમો પ્રમાણે બેટ્સમેન પોતાને બચાવવા માટે આમ કરી શકે છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન સ્ટમ્પ ઉપર આવી રહેલા બોલને જાણી જોઈને ના રમે અને પગથી તેને હટાવે તો તેને આઉટ આપવામાં આવે છે.
First published: April 13, 2019
વધુ વાંચો
अगली ख़बर