Home /News /sport /

કોહલીને લઇને ગંભીરની 'ભવિષ્યવાણી' પહેલી મેચમાં જ સાચી સાબિત થઇ!

કોહલીને લઇને ગંભીરની 'ભવિષ્યવાણી' પહેલી મેચમાં જ સાચી સાબિત થઇ!

ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની કેપ્ટનશીપ ઉપર સવાલ ઊભા કર્યા હતા

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની કેપ્ટનશીપ સામે સવાલ ઊભા કર્યા હતા

    ન્યૂઝ18 ગુજરાતી: ઇન્ડિયન પ્રીમિયર લીડની 12મી સિઝન શરૂ થાય તે પહેલાં જ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની કેપ્ટનશીપ ઉપર સવાલ ઊભા કર્યા હતા. ગૌતમે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આવડત પર જ સવાલ ઊભા ક્યા હતા.

    જોકે, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની પહેલી મેચમાં જ ગૌતમ ગંભીરની વાત અમુક હદ સુધી સાચી સાબિત થઇ છે. પહેલી મેચમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં બેંગલોરની ટીમ હારી ગઇ.

    પહેલાં બેટિંગ કરનારી બેંગલોરની ટીમ માત્ર 70 રને જ ઓલ આઉટ થઇ ગઇ. વિરાટ, ડીવિલિયર્સ જેવા સ્ટાર્સ પણ ફ્લોપ રહ્યાં. જેના કારણે ચેન્નઇની ટીમે 7 વિકેટે જીત હાંસલ કરી હતી.



    કેપ્ટન તરીકે વિરાટ કોહલી ચેન્નઇની પિચ પણ પારખી ન શક્યો. વિરાટ કોહલીએ ચેન્નઇની સ્પિન ફ્રેન્ડલી પિચ પર પાંચ મીડિયમ પેસર ટીમમાં સામેલ કર્યા હતા.

    આ પણ વાંચો: ઇતિહાસમાં પ્રથમ વખત આવી રીતે શરુ થઈ IPL, મેચ પહેલા સેનાને આપ્યા 20 કરોડ રુપિયા

    બેંગલોરે ટીમમાં શિવમ દુબે, નવદીપ સેની, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કર્યા હતા. જ્યારે ચેન્નઇની ટીમમાં જાડેજા, હરભજન સિંહ, ઇમરાન તાહિર જેવા મોટા સ્પિનર હતા.

    સોશિયલ મીડિયામાં ફેન્સે પણ આરસીબી અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ સામે સવાલ ઉભા કર્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Captaincy, Errors, First ipl match, Gautam Gambhir, Ipl 2019, RCB vs CSK, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन