Home /News /sport /

વિજય માલ્યાએ ઉડાવી વિરાટ કોહલીની ટીમ RCBની મજાક

વિજય માલ્યાએ ઉડાવી વિરાટ કોહલીની ટીમ RCBની મજાક

વિજય માલ્યાએ ઉડાવી વિરાટ કોહલીની ટીમ RCBની મજાક

સ્ટાર ખેલાડીઓથી ભરેલી બેંગલોર ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું

    આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાના મતે વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ હંમેશા કાગળ ઉપર સારી રહી છે. વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, માર્કસ સ્ટોઇનિસ, ટીમ સાઉથી અને શિમરોન હેટમાયર જેવા સ્ટાર ખેલાડીઓથી ભરેલી બેંગલોર ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

    માલ્યાએ વિરાટ કોહલીના ઇંસ્ટાગ્રામ પોસ્ટને શેર કરતા ટ્વિટ કર્યું હતું કે આ ટીમ પાસે સારી લાઇનઅપ હતી પણ આ ફક્ત પેપર ઉપર જ જોવા મળી હતી. આ પહેલા કોહલીએ ઇંસ્ટાગ્રામ પોસ્ટ કરીને સમર્થકોનો આભાર માન્યો હતો. કોહલીએ લખ્યું હતું કે તમારા પ્રેમ અને સમર્થન માટે બધાનો આભાર. પ્રશંસકો, ગ્રાઉન્ડ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ વાયદો કરે કે આગામી વર્ષે મજબૂતી સાથે વાપસી કરીશું.

    આ પણ વાંચો - RCBની આ પ્રશંસક આઈપીએલમાં રહી હીટ, આવી છે ગ્લેમરસ લાઇફ



    વિરાટ કોહલીની ટીમ આરસીબી આઈપીએલની 12 સિઝનમાં લીગ રાઉન્ડમાં પોઇન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમે રહી હતી. 14 મેચમાંથી ટીમે 5 મેચમાં જીત મેળવી હતી. ટૂર્નામેન્ટની શરુઆતમાં સતત છ મેચ હારીને અણગમતો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

    ટીમ તરફથી સૌથી સફળ બેટ્સમેન દક્ષિણ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ રહ્યો હતો. તેણે 13 મેચમાં 154ની સ્ટ્રાઇક રેટ સાથે 442 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાંચ અડધી સદી પણ ફટકારી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, RCB, Vijay Mallya, આઇપીએલ, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन