IPL 2019: અમ્પાયરે ફરી કરી ભૂલ, ખોટા નિર્ણય પર ભડક્યા વિરાટ-ઉમેશ

ઉમેશ યાદવ અને વિરાટ કોહલી અમ્પાયર નાઇજેલ લાન્ગની સાથે (Photo: IPL/BCCI)

RCBની અંતિમ મેચ વિવાદોમાં રહી, કોહલીની ટીમને ફરી એકવાર ખરાબ અમ્પાયરિંગનો સામનો કરવો પડ્યો

  • Share this:
    રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સફર આઈપીએલ 2019માં જીતની સાથે ખતમ થઈ. વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી ટીમે અંતિમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું. પરંતુ આ મેચમાં પણ આરસીબીની ટીમ વિવાદોમાં રહી. ફરી એકવાર તેને ખરાબ અમ્પાયરિંગનો સામનો કરવો પડ્યો. તેનાથી કેપ્ટન વિરાટ કોહલી એન ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ગુસ્સામાં નજરે પડ્યા.

    સનરાઇઝર્સની ઇનિંગની 20મી ઓવર ઉમેશ યાદવ કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમા બોલને અમ્પાયર નાઇજેલ લોન્ગે નો બોલ કરાર કર્યો. અમ્પાયરનું માનવું હતું કે ઉમેશનો પાછલો પગ ક્રીઝની લાઇન પર હતો જ્યારે તેને થોડો પાછળ હોવો જોઈતો હતો. જોકે, ટીવી રિપ્લેમાં જોવા મળ્યું કે ઉમેશ યાદવનો પગ યોગ્ય જગ્યાએ પડ્યો હતો.

    આ પણ વાંચો, RCB vs SRH: બેંગલોરનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય

    ઉમેશ યાદવ આ નિર્ણયથી નાખુશ જોવા મળ્યો. તેણે અમ્પાયરને તાત્કાલીક વાત કરી પરંતુ તેઓ ન માન્યા. કેપ્ટન વિરાટ કોહલી પણ આ ચુકાદાથી હેરાન જોવા મળ્યો. તે પણ અમ્પાયરની પાસે પહોંચ્યો પરંતુ અમ્પાયર સાથે વાત ન કરી. આ દરમિયાન કોમેન્ટટર્સે પણ અમ્પાયરના ચુકાદને ખોટો ગણાવ્યો અને કહ્યું કે આ પ્રકારના નિર્ણયને ટેકનીકલ આધારે થર્ડ અમ્પયારને બદલવો જોઈએ. જોકે, નો બોલના બાદ ફ્રી હિટવાળો બોલ તેણે યોગ્ય સ્થળે નાખ્યો અને તેની પર કેન વિલિયમસન માત્ર એક રન લઈ શક્યો.
    Published by:Mrunal Bhojak
    First published: