Home /News /sport /

IPL 2019: 12.5 કરોડના પ્લેયરે 14 બોલમાં કર્યા 7 રન, ફેન્સે કરી દીધી 'બબાલ'

IPL 2019: 12.5 કરોડના પ્લેયરે 14 બોલમાં કર્યા 7 રન, ફેન્સે કરી દીધી 'બબાલ'

બેન સ્ટોક્સ (સાભાર-બીસીસીઆઈ)

રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર બેન સ્ટોકસે કેકેઆર વિરુદ્ધ 14 બોલમાં માત્ર 7 રન જ કરી શક્યો

    ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને વિશાળ સિક્સર મારવા માટે ઓળખવામાં આવે છે, તેથી જ રાજસ્થાન રોયલ્સે તેને ગયા વર્ષે 12.5 કરોડની મોટી કિંમત પર ખરીદ્યો હતો પરંતુ કેકેઆરની વિરુદ્ધ થયેલા મુકાબલામાં તે માત્ર 50ના સ્ટ્રાઇક રેટથી જ રન કરી શક્યો. બેન સ્ટોક્સે કેકેઆરની વિરુદ્ધ 14 બોલમાં માત્ર 7 રન જ કરી શક્યો. 16મી ઓવરમાં ક્રીઝ પર આવેલો સ્ટોક્સ 20 ઓવર સુધી ટકી રહ્યો પરંતુ તે એક ફોર પણ ન ફટકારી શક્યો. ફોર તો દૂરની વાત છે તેને એક-એક રન લેવામાં પણ મુશ્કેલી થતી હતી.

    સ્ટોક્સની ધીમી ઇનિંગે રાજસ્થાનના ફેન્સને ભડકાવી દીધા અને તેઓએ ટ્વિટર પર આ પ્લેયરની વિરુદ્ધ 'હલ્લા બોલ' કરી દીધો. અનેક લોકોએ સ્ટોક્સને સુનીલ નરેનથી બેટિંગની ટ્રેનિંગ લેવાની પણ સલાહ આપી દીધી.







    આ પણ વાંચો, 44 વર્ષના ચંદ્રપોલે 76 બોલમાં 210 રન બનાવ્યા, 25 ફોર અને 13 સિક્સર ફટકારી

    કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 139 રન જ કરી શક્યું હતું. રાજસ્થાન માટે સૌથી વધુ સ્ટીવન સ્મીથે 73 રન (નોટઆઉટ) ફટકાર્યા હતા. બટલરે 37 રનોની ઇનિંગ રમી. રાજસ્થાનનો કોઈ બીજો બેટ્સમેન ઝડપથી રન ન કરી શક્યો. બેન સ્ટોક્સ જેવો તોફાની ઓલરાઉન્ડર 14 બોલમાં માત્ર 7 રન જ કરી શક્યો. કેકેરા માટે ડેબ્યૂ મેચ રમી રહેલા ગર્નીએ 2 અને કૃષ્ણાએ 1 વિકેટ લીધી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ben stokes, Ipl 2019, Kolkata Knight Riders, Rajasthan royals, ક્રિકેટ, બીસીસીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन