RR vs SRH: રાજસ્થાન રોયલ્સનો 7 વિકેટે વિજય

મનિષ પાંડેના 36 બોલમાં 61 રન, સંજૂ સેમસન 32 બોલમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી 48 રને અણનમ રહ્યો

મનિષ પાંડેના 36 બોલમાં 61 રન, સંજૂ સેમસન 32 બોલમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી 48 રને અણનમ રહ્યો

  • Share this:
    બોલરોના શાનદાર પ્રદર્શન પછી સંજુ સેમસન (48*) અને લિવિંગસ્ટોન (44)ની શાનદાર બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. સંજૂ સેમસન 32 બોલમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી 48 રને અણનમ રહ્યો હતો.

    લિવિંગસ્ટોન 44 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. રહાણે અને લિવિંગસ્ટોન વચ્ચે પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી નોંધાઈ હતી. રહાણે 39 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથ અને સેમસને 55 રનની ભાગીદારી કરી સ્થિતિ સંભાળી હતી. સ્મિથ 22 રને કેચ આઉટ થયો હતો.

    આ પહેલા વિલિયમ્સન 13 રને આઉટ થતા હૈદરાબાદની શરુઆત ખરાબ રહી હતી. વોર્નર અને પાંડેએ બાજી સંભાળી હતી. પાંડેએ 27 બોલમાં 8 ફોર સાથે 50 રન પૂરા કર્યા હતા. જોકે થોમસે વોર્નરને 37 રને આઉટ કરી આ જોડી તોડી હતી. વોર્નર અને પાંડે વચ્ચે 75 રનની ભાગીદારી નોંધાઈ હતી. પાંડે 36 બોલમાં 61 રન બનાવી આઉટ થયો હતો. વિજય શંકર 8 અને દીપક હુડ્ડા શૂન્ય રને આઉટ થયા હતા.



    સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  બંને ટીમોમાં કેટલાક ખાસ ખેલાડી ગેરહાજર રહેશે. કારણ કે વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પોતાના ખેલાડીઓને પાછા બોલાવી લીધા છે.

    હૈદરાબાદની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. કેન વિલિયમ્સન, રિદ્ધિમાન સાહા અને સિદ્ધાર્થ કૌલની વાપસી થઈ છે. રાજસ્થાનની ટીમમાં બે ફેરફાર થયા છે. જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સના સ્થાને ટર્નર અને લિવિંગસ્ટોનને સ્થાન મળ્યું છે.

    બંને ટીમો આ પ્રમાણે છે
    રાજસ્થાન રોયલ્સ - અજિંક્ય રહાણે, સંજુ સેમસન, સ્ટિવન સ્મિથ, લિવિંગસ્ટોન, રિયાન પરાગ, એશ્ટોન ટર્નર, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, વરુન એરોન, થોમાસ.

    સનરાઇઝર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, સાકિબ અલ હસન, દીપક હુડ્ડા, રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખાલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ.
    Published by:Ashish Goyal
    First published: