આઈપીએલ-2019માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમની ધૂમ છે. સીએસકે સતત 10મી વખત પ્લેઓફમાં પહોંચ્યું છે અને હવે સાતમી વખત ફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે મંગળવારે છે.
આ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબની સહ માલકિન અને બોલિવુડ અભિનેત્રી પ્રિટી ઝિન્ટાએ બતાવ્યું છે કે તે ધોનીની મોટી પ્રશંસક છે. મંગળવારે તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે તે ધોનીની મોટી પ્રશંસક છે પણ હવે તેનો પ્રેમ ઝીવાને લઈને વધી રહ્યો છે.
પ્રિટી ઝિન્ટાએ લખ્યું છે કે કેપ્ટન કૂલના ઘણા પ્રશંસકો છે અને તેમાં હું પણ સામેલ છું. જોકે હાલના દિવસોમાં મારી વફાદારી તેની નાની પુત્રી ઝીવા તરફ વધતી જઈ રહી છે. હું તેને સાવધાન રહેવા માટે કહું છું. બની શકે તે હું તેને કિડનેપ કરી લઉ. મિત્રો હવે તમારો વારો છે આ ફોટોની કેપ્શન આપો.
પ્રિટી ઝિન્ટા આ પહેલા પણ ધોનીની પ્રશંસા કરી ચૂકી છે. જ્યારે ધોની તેની ટીમ પંજાબ સામે રન બનાવી રહ્યો હતો ત્યારે પણ પ્રિટી તાળીઓ વગાડતી જોવા મળતી હતી.
ઉલ્લેખનીય છે કે ધોની હંમેશા ઝીવા સાથે જોવા મળે છે. આઈપીએલ-2019માં ઝીવાના ઘણા મજેદાર વીડિયો સામે આવ્યા છે. સોમવારે ધોનીએ રાંચીમાં પરિવાર સાથે વોટિંગ પછી પુત્રી સાથે વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ઝીવા લોકોને વોટ કરવાની અપીલ કરી રહી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર