આઈપીએલની હરાજી સમાપ્ત
રિયાન પરાગને રાજસ્થાન રોયલ્સે બેઝ પ્રાઇસ 20 લાખ રુપિયામાં, એશ્ટન ટર્નરને બેસ પ્રાઇઝ 50 લાખમાં રાજસ્થાને ખરીદ્યો. મનન વોહરાને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યો
બીજા રાઉન્ડમાં પણ ડેલ સ્ટેઈન, જેસન હોલ્ડર અને સૌરભ તિવારીને કોઈએ ન ખરીદ્યા
3.60 કરોડ રુપિયામાં અક્ષદીપ નાથને બેંગલોરે ખરીદ્યો. 20 લાખ હતી બેઝ પ્રાઇસ
બીજા રાઉન્ડમાં યુવરાજ સિંહને મુંબઈ ઇન્ડિયન્સે 1 કરોડની બેઝ પ્રાઇસમાં ખરીદ્યો
માર્ટિન ગુપ્ટિલને 1 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો
વિકેટકિપર પ્રભસિમરન સિંહને 4.80 કરોડ રુપિયામાં પંજાબે ખરીદ્યો. 20 લાખ રુપિયા હતી બેઝ પ્રાઇઝ
નિખિલ નાયકને 20 લાખમાં કેકેઆરે, દક્ષિણ આફ્રિકાના હાર્દસ વિજોઈનને પંજાબે 75 લાખમાં, વિન્ડીઝના ઓશાને થોમસને રાજસ્થાને 1.10 કરોડમાં ખરીદ્યો હતો