Video: જ્યારે પિઝાના કારણે રોકવી પડી રાજસ્થાન અને હૈદરાબાદની મેચ

આ મેચ પિઝા ડિલિવરી બોયના કારણે રોકવામાં આવી વે સ્ટેડિયમમાં પિઝા ડિલિવર કરવા આવ્યો હતો

આ મેચ પિઝા ડિલિવરી બોયના કારણે રોકવામાં આવી વે સ્ટેડિયમમાં પિઝા ડિલિવર કરવા આવ્યો હતો

  • Share this:
    બુધવારે રાજસ્થાન અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ વચ્ચે રોકી દેવામાં આવી. મેચ રોકવાનું કારણ ઘણું જ અચરજમાં મૂકે તેવું હતું. આ મેચ એક પિઝા ડિલિવરી બોયના કારણે રોકવામાં આવી, જે સ્ટેડિયમમાં પિઝા ડિલિવર કરવા આવ્યો હતો.

    મૂળે, મેચની 12મી ઓવરમાં રાજસ્થાનનો સંજૂ સૈમસન બેટિંગ કરી રહ્યો હતો. બીજી તરફ ટીમનો કેપ્ટન અજિંક્ય રહાણે હતો. વિજય શંકર જયારે ઓવરનો પાંચમો બોલ નાખવા આવ્યો તો સંજૂ અચાનક રોકાઈ ગયો અને ક્રીઝથી હટી ગયો. ત્યારબાદ જ્યારે કેમેરા સ્ટેન્ડ્સ તરફ ફર્યો, જ્યાં એક પિઝા ડિલિવરી બોય ચાલતો જોવા મળ્યો જે સંજૂની આઈ લાઇનની સામે આવી ગયો હતો. તે સામેથી હટ્યા બાદ મેચ ફરી શરૂ થઈ ગઈ. જોકે, તેનાથી સંજૂની ઇનિંગ પર કોઈ અસર ન પડી અને તેણે સદી ફટકારી.


    આ દરમિયાન કોમેન્ટરી કરી રહેલા માઇકલ ક્લાર્કે કહ્યું કે તે આશા રાખી રહ્યો છે કે તે પિઝા તેમની પાસે આવી રહ્યો હોય. સંજૂએ આ અડચણ બાદ પોતાની સદી પૂરી કરી. જોકે, તેની સદી ટીમને જીત અપાવી ન શકી.

    આ પણ વાંચો, સંજૂ સૈમસનની સદીની આ દિગ્ગજ પ્લેયરે પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી!
    Published by:Mrunal Bhojak
    First published: