Home /News /sport /

પાર્થિવ પટેલ મેચ પછી રોજ કેમ આવે છે અમદાવાદ?

પાર્થિવ પટેલ મેચ પછી રોજ કેમ આવે છે અમદાવાદ?

પાર્થિવ પટેલ મેચ પછી રોજ બીમાર પિતાને મળવા આવે છે અમદાવાદ

આરસીબીએ મેચ પછી પાર્થિવ પટેલને ઘરે જવાની મંજૂરી આપેલી છે

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિકેટીકીપર બેટ્મેમેન પાર્થિવ પટેલ હાલ બેવડી જવાબદારી નિભાવી રહ્યો છે. તે આઈપીએલમાં પોતાની ટીમ અને બીમાર પિતાના દેખભાળ વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેના પિતા બ્રેન હેમરેજના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે પાર્થિવ આરસીબીની ટીમ સાથે બેંગલોરમાં છે. ટીમ સાથે મેચ રમવા માટે દેશના અલગ-અલગ શહેરોનાં પ્રવાસ કરી રહ્યો છે.

    34 વર્ષના પાર્થિવના પિતા ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ છે. જેના કારણે તેનું ધ્યાન પોતાના ફોન ઉપર રહે છે. ફોન દ્વારા તેને પિતાની સ્થિતિ વિશે ખબર પડે છે. જોકે મેચ દરમિયાન પાર્થિવનો પરિવાર તેને ફોન કરતા નથી. પાર્થિવે જણાવ્યું હતું કે મેચ પછી તે જ્યારે પણ ફોન ઉઠાવે છે તો તેને ડર લાગેલો રહે છે.

    પાર્થિવે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જ્યારે હું રમતો હોવ છું ત્યારે મારા મગજમાં કશું હોતું નથી. જોકે મેચ પૂરી થાય પછી મારું દિલ ઘર વિશે વિચાર કરવા લાગે છે. સવારે ઉઠતા જ પિતાના સ્થિતિ વિશે ખબર લઉ છું, ડોક્ટરો સાથે વાત કરું છું. ક્યારેય કેટલાક સખત નિર્ણય લેવા પડે છે. મારી માતા અને પત્ની ઘર છે પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મને પુછવામાં આવે છે. શરુઆતના દિવસો ઘણા અહમ હતા. શું થોડાક દિવસો માટે વેન્ટિલેટર બંધ કરી દે, કેટલો ઓક્સિજન આપવો જોઈએ. આવા નિર્ણયો લેવા મુશ્કેલ હોય છે.

    આ પણ વાંચો - કેમ મેદાનમાં ચાલ્યો ગયો હતો ધોની, ચેન્નાઈના કોચે બતાવ્યું કારણ

    પાર્થિવે જણાવ્યું હતું કે મેચના દિવસે ઘણી વખત આવા નિર્ણયો લેવાના હોય છે ત્યારે મારો પરિવાર નિર્ણય લેશે અને પછી મને બતાવે છે. તે નથી ઇચ્છતા કે મારું ધ્યાન ભટકે. માનસિક રુપથી ઘણો બોઝ છે પણ કોઈ શું કરે શકે છે? પહેલા ઘણા ખરાબ વિચારો આવતા હતા પણ હવે પરિવારે પોતાને સંભાળી લીધો છે.

    આરસીબીએ મેચ પછી પાર્થિવ પટેલને ઘરે જવાની મંજૂરી આપેલી છે. રિપોર્ટ પ્રમાણે તે દર વખતે મેચ પછી સીધો ઘરે આવે છે અને પછી મેચ પહેલા ટીમ સાથે જોડાઈ જાય છે. સતત યાત્રાથી ઘણો ફરક પડે થે પણ પાર્થિવ પોતાની રમત ઉપર તેની અસર આવવા દેતા નથી.

    બીમાર પિતાના કારણે તેણે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ છોડી દીધી હતી પણ પરિવારના કહેવાથી તે આઈપીએલમાં રમવા તૈયાર થયો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, Parthiv patel, RCB

    આગામી સમાચાર