આઇપીએલ-2019માં ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાની ત્રણેય મેચમાં જીત મેળવી છે. બુધવારે તે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ પહેલા સમાચાર આવી રહ્યા છે કે ચેન્નાઈની ટીમમાં એક એવા ખેલાડીને સ્થાન મળ્યું છે જે રેપનો આરોપી રહી ચૂક્યો છે. આ ખેલાડીનું નામ છે સ્કોટ કુગ્ગેલેન. જે ભારત આવી ગયો છે. કુગ્ગેલેન ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર છે, તેને ઈજાગ્રસ્ત થયેલા લુંગી એન્ગિડીના સ્થાને ચેન્નાઈમાં તક મળી છે. કુગ્ગેલેન ન્યૂઝીલેન્ડમાં ઘણો વિવાદમાં રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે ભારત સામે તે ટી-20 મેચ રમી રહ્યો હતો ત્યારે તેની સામે metoo પોસ્ટર પણ લહેરાવ્યા હતા.
શું છે કુગ્ગેલેનનો વિવાદ?
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર સ્કોટ કુગ્ગેલેન ઉપર એક મહિલાએ 2015માં બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. બે વર્ષ પછી આ મામલામાં સ્કોટ કુગ્ગેલેનને હેમિલ્ટન ડિસ્ટ્રીક કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. જોકે ન્યૂઝીલેન્ડના લોકો તેને સાચું માનતા નથી. તેમને લાગે છે કે તપાસ દરમિયાન ખેલાડીને બચાવવાનો પ્રયત્ન કરાયો છે. આ જ કારણે ઓકલેન્ડ વન-ડે દરમિયાન કુગ્ગેલેનનો વિરોધ થયો હતો.
કુગ્ગેલેન ફાસ્ટ બોલર અને લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેન છે
કુગ્ગેલેન ફાસ્ટ બોલર અને લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે 4 ટી-20 અને 2 વન-ડે રમ્યો છે. તે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી શકે છે. સાથે લાંબી હીટ પણ ફટકારવામાં માહેર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર