ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2019 શરુ થવાને હવે વધારે દિવસો બચ્યા નથી. દરેક ફ્રેન્ચાઇઝી ટીમ પોતાની તૈયારીમાં લાગી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક ફોટો શેર કર્યો છે. જેમાં રોહિત શર્માની જર્સી પહેરેલ એક ક્રિકેટર જોવા મળે છે. પાછળથી ક્લિક કરેલી આ તસવીરમાં ક્રિકેટરનો ચહેરો જોવા મળતો નથી. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કેપ્શનમાં લખ્યું છે - ઓળખો કોણ?
આ ક્રિકેટર યુવરાજ સિંહ છે. યુવરાજે રોહિત શર્માની જર્સી પહેરેલ છે. આ ફોટો ઉપર ઘણા રસપ્રદ કોમેન્ટ આવ્યા છે. રોહિતની પત્ની રિતિકા શર્માએ પણ આ ફોટો ઉપર રસપ્રદ કોમેન્ટ કરી છે. રિતિકાએ કોમેન્ટમાં લખ્યું છે કે મારા ભાઈએ મારા પતિની જર્સી પહેરી રાખી છે. આ ઘણું અજીબ છે. આ ઉપર મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જવાબ આવ્યો હતો કે જર્સી નંબર 12 અને 45એ હાથ મિલાવી લીધા છે.