VIDEO: માહીએ દીકરીને ગુજરાતીમાં પૂછ્યુ 'કેમ છો?' જુઓ ક્યુટ જીવાનો જવાબ

News18 Gujarati
Updated: March 25, 2019, 12:24 PM IST
VIDEO: માહીએ દીકરીને ગુજરાતીમાં પૂછ્યુ 'કેમ છો?' જુઓ ક્યુટ જીવાનો જવાબ
જાણવા જેવી વાત એ છે કે જીવાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. જેના 1.5 મિલિયન ફોલોવર્સ છે. અને આ એકાઉન્ટ તેની મા સાક્ષી સંભાળે છે. જેમાં તે જીવાની ક્યૂટ તસવીરો અને વીડિયો મૂકતી રહે છે.

MS ધોનીએ દીકરી જીવાને ઘણી ભાષાઓમાં સવાલ પુછ્યા, જેનાં તેણે સાચા જવાબ પણ આપ્યા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

  • Share this:
સ્પોર્ટ્સ ડેસ્ક: એમએસ ધોનીનાં નેતૃત્વવાળી ચેન્નઇ સુપરકિંગ્સ IPL શરૂ થતા જ છવાઇ ગઇ છે. CSKએ પહેલી જ મેચમાં કોહલીનાં નેતૃત્વ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સાત વિકેટે હરાવી દીધી અને વિજયી શરૂઆત કરી છે. જોકે ધોની તે પિચથી ખુશ ન હતો. અને મેચ બાદ તેણે આ અંગે તેની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

જોકે હાલમાં વાત કરીએ મહેન્દ્ર સિંહ ધોની અને દીકરી જીવાની. તો તે હાલમાં દીકરી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો છે અને તેને અલગ અલગ ભાષામાં ખબર અંતર પુછતા શીખવ્યું. તેમાં ધોની તેને ગુજરાતી ભાષામાં પુછે છે કેમ છો? તેનાં જવાબમાં જીવા કહે છે મઝામાં...




 



View this post on Instagram





 

A post shared by M S Dhoni (@mahi7781) on






આ વીડિયો ધોનીએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે અને તે વાઇલ પણ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ધોની દીકરીને બંગાળી, ગુજરાતી, પંજાબી ભોજપુરી સહિતની ઘણી બધી ભાષામાં કેમ છો? પુછે છે.. જેનો જીવા સાચો સાચો જવાબ આપે છે. દીકરીનાં જવાબ સાંભળીને ધોની તાળીઓ વગાડીને તેનો ઉત્સાહ પણ વધારતો જોવા મળે છે.
First published: March 25, 2019, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading