આઇપીએલ 2019માં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ 12માંથી 8 મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન બનાવી ચૂકી છે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી આ ટીમે 10મી વખત પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. જોકે ટીમ સામે નવી સમસ્યાઓ ઉભી થઈ છે. તેનો છેલ્લી ચાર મેચમાંથી ત્રણમાં પરાજય થયો છે. સાથે ટીમ પ્રમુખ ખેલાડીઓની ઈજાથી ઝઝુમી રહી છે. કેપ્ટન ધોની ઉપરાંત સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા તાવના કારણે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ રમી શક્યો ન હતો. આ કારણે ટીમનો કારમો પરાજય થયો હતો. આ મેચમાં ધોનીના સ્થાને રાયડુએ વિકટકીપરની જવાબદારી સંભાળી હતી.
સીએસકેનો હવે 1 મે ના રોજ દિલ્હી કેપિટલ્સ સામે મુકાબલો થશે. આ મેચ પહેલા જાડેજાની તબિયત સારી હોવાની કહેવાઈ રહ્યું છે. તે સોમવારે ટીમના ટ્રેનિંગ સેશનમાં જોવા મળ્યો હતો. જોકે કેપ્ટન ધોની હજુ પણ ટીમના ટ્રેનિંગ સેશનથી દૂર રહ્યો હતો. એવામાં અટકળો છે કે તે દિલ્હી સામેની મેચમાં પણ બહાર રહેશે. ધોની આ સિઝનમાં બે મેચમાં રમ્યો નથી. પીઠમાં દુખાવાના કારણે તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રમ્યો ન હતો.
આ પછી તે બે મેચમાં રમવા ઉતર્યો હતો જોકે તેની પીઠની સમસ્યા યથાવત્ રહી હતી. હૈદરાબાદ સામેની મેચ પછી ધોનીએ કહ્યું હતું કે તે હાલ કોઈ જોખમ ઉઠાવી રહ્યો નથી. વર્લ્ડ કપમાં થોડોક જ સમય બચ્યો છે.
23 એપ્રિલે હૈદરાબાદ સામેની મેચ પછી ધોનીએ કહ્યું હતું કે મને ફરી પીઠમાં દુખાવાની પરેશાની થઈ રહી છે. જોકે હવે તકલીફ વધારે નથી. જોકે વર્લ્ડ કપ પહેલા તેને હળવાશથી લેવાય નહીં કારણ કે તે ઘણો જરુરી છે. જો દુખાવો વધી જશે તો થોડા સમય ઓફ લઈશ. જોકે આ સ્તરે રમતા સમયે થોડી તકલીફ સાથે રમી શકીએ છીએ કારણ કે તમે પુરી રીતે ફિટ થવાની રાહ જોવો તો પાંચ વર્ષમાં બે જ મેચ રમી શકશો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર