ધોની ફક્ત ખેલાડી જ નથી, ક્રિકેટનો એક યુગ છે : મેથ્યુ હેડન

News18 Gujarati
Updated: May 12, 2019, 5:56 PM IST
ધોની ફક્ત ખેલાડી જ નથી, ક્રિકેટનો એક યુગ છે : મેથ્યુ હેડન
ધોની ફક્ત ખેલાડી જ નથી, ક્રિકેટનો એક યુગ છે : મેથ્યુ હેડન

ધોની જેવો માણસ જો તમારી આસપાસ રહે તો તમે ઘણો આરામદાયક અનુભવ કરો છો - મેથ્યુ હેડન

  • Share this:
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન મેથ્યુ હેડનના મતે ભારતીય વિકેટકીપર બેટ્સમેન અને ચેન્નાઈ સુપરકિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ફક્ત એક ક્રિકેટ ખેલાડી નથી પણ ક્રિકેટનો એક યુગ છે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈની ટીમે 10 સિઝનમાંથી 8 સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

હેડને સ્ટાર સ્પોર્ટ્સના એક શો માં કહ્યું હતું કે ધોની ફક્ત એક ખેલાડી જ નથી ક્રિકેટનો એક યુગ પણ છે. ઘણી રીતે મને લાગે છે કે ધોની ગલી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તે આપણામાંથી એક છે. જે ટીમ માટે બધુ જ કરે છે.

આ પણ વાંચો - એમએસ ધોની : એક ખેલાડી, 3 આઈપીએલ ટ્રોફી, 8 ફાઇનલ

હેડને કહ્યું હતું કે તમે જોતા હશો કે તે જે રીતે પ્રેક્ટિસ કરે છે, જે રીતે પોતાના લેગ સ્પિનર્સને બોલિંગ કરાવે છે, કેચ પકડે છે અને ખેલાડીઓ પાસેથી સલાહ લે છે. આમ છતા તે ઘણો શાંત રહે છે. તેના જેવો માણસ જો તમારી આસપાસ રહે તો તમે ઘણો આરામદાયક અનુભવ કરો છો. તેને થાલા નામ આપવામાં આવ્યું છે. કારણ કે તે ફક્ત ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન નથી પણ આખા દેશનો કેપ્ટન છે.
First published: May 12, 2019, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading