Home /News /sport /

ધોનીને પ્રેક્ટિસ કરતા જોવા આવ્યા હજારો લોકો, સ્ટેડિયમ હાઉસફૂલ

ધોનીને પ્રેક્ટિસ કરતા જોવા આવ્યા હજારો લોકો, સ્ટેડિયમ હાઉસફૂલ

ધોનીને પ્રેક્ટિસ કરતા જોવા આવ્યા હજારો લોકો, સ્ટેડિયમ હાઉસફૂલ

મેદાનમાં ધોની-ધોનીના નારા ગૂંજ્યા, પ્રેક્ટિસમાં આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે

    આઈપીએલની 12મી સિઝન શરુ થવાની હવે થોડા દિવસોની વાર છે. દરેક ટીમો પ્રેક્ટિસ સેશનમાં જોડાઈ ગયા છે. જેમાં સૌથી વધારે ચર્ચા વર્તમાનની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની. ચેન્નાઈની ટીમનો કેપ્ટન ધોની છે અને તેને ફેન ફોલોઈંગ જોરદાર છે. ધોનીના ફેન ફોલોઇંગનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે.

    સીએસકેની ટીમ ચેન્નાઈના ચેપોક ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. પ્રશંસકોને ખબર હતી કે કેપ્ટન ધોની પ્રેક્ટિસ કરવા મેદાનમાં આવશે. આ કારણે હજારોની સંખ્યામાં પ્રશંસકો ચેપોક સ્ટેડિયમમાં ધોનીને એક ઝલક જોવા માટે પહોંચી ગયા હતા. ચેન્નાઇનું સ્ટેડિયમ હાઉસફૂલ થઈ ગયું હતું. જાણે કોઇ આંતરરાષ્ટ્રીય મેચ કે આઈપીએલની મેચ રમાતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.



    પ્રેક્ટિસમાં આવી જબરજસ્ત ભીડ જોઈને ધોની પણ ચકિત થઈ ગયો હતો. તે મેદાનની ચારેબાજુ દર્શકોને જોઈ રહ્યો હતો. ધોનીએ પ્રશંસકોને નિરાશ કર્યા ન હતા અને પ્રેક્ટિસ માટે મેદાનમાં ઉતર્યો હતો. ધોની પ્રેક્ટિસ માટે મેદાનમાં આવ્યો તો ધોની-ધોનીના નારાથી મેદાન ગુંજી ઉઠ્યું હતું. પ્રેક્ટિસ મેચ દરમિયાન આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે.

    આ પણ વાંચો - Video: ધોની અને તેના ફેનની મેદાનમાં રેસ જોઇને તમે હસવાનું નહીં રોકી શકો

    આ વીડિયો જોતા ખબર પડે છે કે ધોનીને લોકપ્રિયતા હજું સહેજ પણ ઓછી થઈ નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, Ms dhoni, આઇપીએલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन