ન્યૂઝ18 ગુજરાતી: સોશિયલ મીડિયામાં મહેન્દ્રસિંહ ધોનીની જેમ તેની પુત્રી ઝીવા પણ સ્ટાર છે. ઝીવા સારી એવી ફેન ફોલોઇંગ ધરાવે છે. સોશિયલ મીડિયામાં તેના વીડિયો પણ વાયરલ થતાં જોવા મળે છે. મંગળવારે પણ ઝીવાનો એક એવો જ વીડિયો વાયરલ થયો, જેમાં તે પિતા ધોનીને ચિયર કરતી જોવા મળી હતી. દિલ્હી કેપિટલ્સ સામે કોટલામાં રમાયેલી મેચમાં જ્યારે ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ઝીવા સ્ટેન્ડ્સથી તેને ચિયર કરતી જોવા મળી હતી. ઝીવા કહેતી સંભળાય છે કે, ગો પાપા ગો... કમઓન પાપા. ઝીવાની સાથે તેની માતા સાક્ષી પણ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
થોડા દિવસો અગાઉ ધોનીએ જીવા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે ઝીવા સાથે છે જુદી-જુદી ભાષાઓમાં વાત કરતો જોવા મળ્યો હતો. ધોનીએ ઝીવાને 6 ભાષાઓમાં સવાલ પૂછ્યાં હતાં. જેનો ઝીવાએ સરસ રીતે જવાબ આપ્યો હતો. તેણે તમિલ, બંગાળી, ભોજપુરી, પંજાબી અને ઉર્દૂમાં સવાલ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ધોનીએ આ મેચમાં 35 બોલમાં અણનમ 32 રન કર્યા હતા. હંમેશાની જેમ આ વખતે પણ તેણે ટીમને જીત અપાવી હતી. ધોનીએ 1 સિક્સ અને 2 ફોરની મદદથી 32 રન કર્યા હતા.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર