MI vs RR: બટલરના 89, રાજસ્થાનનો 4 વિકેટ વિજય

મુંબઈ ઇન્ડિયન્સ - 187/5, ડી કોક 81, રાજસ્થાન રોયલ્સ - 188/6 (19.3 ઓવર), બટલર 89

મુંબઈ ઇન્ડિયન્સ - 187/5, ડી કોક 81, રાજસ્થાન રોયલ્સ - 188/6 (19.3 ઓવર), બટલર 89

  • Share this:
    જોશ બટલરના 89 રનની મદદથી આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સે સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

    રહાણે 37 રન બનાવી આઉટ થયો હતો. રહાણે અને બટલર વચ્ચે 6.2 ઓવરમાં 60 રનની ભાગીદારી નોંધાવી હતી. બટલરે શાનદાર ફોર્મ જારી રાખતા 29 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. આ પછી તે 43 બોલમાં 8 ફોર અને 3 સિક્સરની મદદથી 89 રન બનાવી ચહરનો શિકાર બન્યો હતો. બટલરે જોસેફની એક ઓવરમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 28 રન ફટકાર્યા હતા. સેમસન 31 રન બનાવી આઉટ થયો હતો.

    ડી કોકના 81 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 187 રન બનાવી લીધા છે. રાજસ્થાનને જીતવા માટે 188 રનનો પડકાર મળ્યો છે. મુંબઈએ અંતિમ 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા અને 3 વિકેટ ગુમાવી હતી.

    રોહિત અને ડી કોકે શાનદાર શરુઆત કરતા પ્રથમ વિકેટ માટે 10.5 ઓવરમાં 96 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત 47 રને આર્ચરનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર સસ્તામાં આઉટ થતા 16 રને કુલકર્ણીનો શિકાર બન્યો હતો. ડી કોકે એક છેડેથી શાનદાર બેટિંગ કરતા 34 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. પોલાર્ડ 6 રને આર્ચરનો શિકાર બન્યો હતો.

    ડી કોક 52 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે 81 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 11 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો હતો.

    મુંબઈ ઇન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈની ટીમમાં રોહિત શર્માની વાપસી થઈ છે. ઈજાના કારણે રોહિત એક મેચ ગુમાવી હતી.

    મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાનખેડેમાં મુકાબલો થશે. મુંબઈએ આ સિઝનમાં 6 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. બીજી તરફ રાજસ્થાન ફક્ત એક મેચમાં જ જીત મેળવી શક્યું છે.

    બંને ટીમો આ પ્રકારે છે

    મુંબઈ ઇન્ડિયન્સ - ડી કોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, જેસન બેહરનફોર્ડ, રાહુલ ચાહર, અલ્જારી જોસેફ, બુમરાહ.

    રાજસ્થાન રોયલ્સ - અજિંક્ય રહાણે, બટલર, સ્મિથ, સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, લિમ લિવિંગસ્ટોન, કે ગૌથમ, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી.
    Published by:Ashish Goyal
    First published: