MI vs DC : પંત ઝળક્યો, દિલ્હી કેપિટલ્સની જીત સાથે શરુઆત

News18 Gujarati
Updated: March 25, 2019, 7:35 AM IST
MI vs DC : પંત ઝળક્યો, દિલ્હી કેપિટલ્સની જીત સાથે શરુઆત
પંતે 27 બોલમાં 7 ફોર અને 7 સિક્સર સાથે અણનમ 78 રન બનાવ્યા, દિલ્હીનો મુંબઈ સામે 37 રને વિજય

પંતે 27 બોલમાં 7 ફોર અને 7 સિક્સર સાથે અણનમ 78 રન બનાવ્યા, દિલ્હીનો મુંબઈ સામે 37 રને વિજય

  • Share this:
રિષભ પંતના 27 બોલમાં અણનમ 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 37 રને વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 19.2 ઓવરમાં 176 રનમાં ઓલઆઉટ થયું હતું. મુંબઈ તરફથી એકમાત્ર યુવરાજ સિંહે લડત આપતા 35 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 53 રન બનાવ્યા હતા. બુમરાહ ઈજાગ્રસ્ત હોવાથી રમવા ઉતર્યો ન હતો.

રોહિત શર્મા 14 રન અને સૂર્યકુમાર યાદવ 2 રને આઉટ થયો હતો. ડી કોક સારી શરુઆત પછી 27 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. પોલાર્ડ 21 રને આઉટ થયો હતો. પોલાર્ડ અને યુવરાજ વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. હાર્દિક પંડ્યા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

રિષભ પંતના 27 બોલમાં અણનમ 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 213 રન બનાવ્યા હતા. દિલ્હીએ અંતિમ 5 ઓવરમાં 82 રન બનાવ્યા હતા. પંતે 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

પૃથ્વી શો 6 બોલમાં 7 રન બનાવી મેક્લેનઘાનની ઓવરમાં આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર પણ ખાસ કમાલ ન કરી શકતા 16 રને કેચ આઉટ થયો હતો. દિલ્હીએ 11.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા.  ઇનગ્રામ અને ધવનની જોડીને કટિંગે તોડી હતી. ઇનગ્રામ 32 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. ઇનગ્રામ અને ધવન વચ્ચે 83 રનની ભાગીદારી નોંધાઈ હતી. પંતે આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી.

દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમો આ પ્રમાણે છેદિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિષભ પંત, કોલિન ઇનગ્રામ, પૌલ, અક્ષર પટેલ, તેવાટિયા, કાગિસો રબાડા, ટ્રેન્ટ બાઉલ્ટ, ઇશાંત શર્મા.

મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા (કેપ્ટન), ડી કોક, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, યુવરાજ સિંહ, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, બેન કટિંગ, મેક્લેનઘાન, રશીખ સલામ, જસપ્રીત બુમરાહ.
First published: March 24, 2019, 7:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading