Home /News /sport /

ધોનીએ બનાવ્યો IPL ઈતિહાસનો 'સૌથી મોટો' રેકોર્ડ, તોડવો લગભગ અશક્ય

ધોનીએ બનાવ્યો IPL ઈતિહાસનો 'સૌથી મોટો' રેકોર્ડ, તોડવો લગભગ અશક્ય

મહેન્દ્રસિંહ ધોની (ફાઇલ ફોટો)

જો વિરાટ કોહલીને તોડવો હશે ધોનીનો રેકોર્ડ તો કરવી પડશે અથાગ મહેનત

    ન્યૂઝ18 ગુજરાતી : ક્રિકેટની દુનિયાના બદલાતાં સમયમાં ક્રિકેટનું નવું સ્વરૂપ સામે આવ્યું છે. ટી20 જેવી ઝડપી ગેમના હિસાબથી બોલર અને બેટ્સમેન બંને પોતાની રમતની પદ્ધતિ પર કામ કરે છે. આઈપીએલ સીઝન-12માં આ જોવા મળ્યું. જ્યાં અનેક બેટ્સમેનોએ પોતાના પ્રદર્શનથી સૌનું દિલ જીતી લીધું. પરંતુ ધોનીએ જે કારનામું કરીને બતાવ્યું છે તે આજ સુધી કોઈ પ્લેયર નથી કરી શક્યો.

    આ બેટ્સમેન પણ રહી ગયા પાછળ

    ટી20માં મોટા બેટ્સમેનોની વાત કરીએ તો સૌથી પહેલા કદાચ આપના મગજમાં કોહલી, ડેવિડ વોર્નર, રસેલ, કેએલ રાહુલ, ગેલ જેવા પ્લેયર્સના નામ આવશે. પરંતુ આપને જણાવી દઈએ કે જે કારનામું ધોનીએ કરી બતાવ્યું છે તે તમામ પ્લેયર્સ પણ નહીં કરી શકે.

    બનાવ્યો આ રેકોર્ડ

    આઈપીએલના ઈતિહાસમાં આજ સુધી 130 વાર પ્લેયર્સે એક સીઝનમાં 400થી વધુ રન કર્યા છે. પરંતુ કોઈ પણ પ્લેયર ધોની જેવી એવરેજથી રન નહીં કરી શકે. ધોનીએ આઈપીએલ સીઝન-12માં 135ના એવરેજથી રન બનાવ્યા છે. બીજી તરફ, આ પહેલા 2016માં વિરાટ કોહલીએ 81.08ની એવરેજથી રન બનાવ્યા હતા.


    ટોપ એવરેજ

    ધોની 2019 - 135.00
    વિરાટ 2016 - 81.08
    ધોની 2018 - 75.83
    વોર્નર 2019 - 69.20
    શોન માર્શ 2008 - 68.44

    આ પણ વાંચો, MI vs CSK: મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલમાં, ચેન્નાઈને હજુ મળશે એક તક
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: CSK, Dhoni, Ipl 2019, Records, ક્રિકેટ

    આગામી સમાચાર