CSK vs RR: સાન્તેનરે છેલ્લા બોલે સિક્સ ફટકારી ચેન્નાઈને જીત અપાવી

ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો

ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો

  • Share this:
    મહેન્દ્રસિંહ ધોની (58)અંબાતી રાયડુ (57)ની અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. જસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવી લીધા હતા. ચેન્નાઈને છેલ્લા બોલે 4 રનની જરુર હતી. ત્યારે સાન્તેનરે છેલ્લા બોલે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. ધોનીએ 43 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 58 રન બનાવ્યા હતા.

    વોટ્સન પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને કુલકર્ણીનો શિકાર બન્યો હતો. બીજી ઓવરમાં રૈના રનઆઉટ થતા ચેન્નાઈએ 5 રને 2 વિકેટ ગુમાવી દીધી હતી. પ્લેસિસ (7) પણ સસ્તામાં આઉટ થતા ચેન્નાઈએ15 રને ત્રીજી વિકેટ ગુમાવી હતી. જાધવ 1 રને આઉટ થયો હતો. સ્ટોક્સે શાનદાર કેચ કરી જાધવને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    રાયડુ અને ધોનીએ પાંચમી વિકેટ માટે 95 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. રાયડુ 47 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 57 રને આઉટ થયો હતો.

    બેન સ્ટોક્સના 28 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઇપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવી લીધા છે. ચેન્નાઈને જીતવા માટે 152 રનનો પડકાર મળ્યો છે.

    અજિંક્ય રહાણે 14 રને ચાહરનો શિકાર બન્યો હતો. રહાણે અને બટલર વચ્ચે 31 રનની ભાગીદારી નોધાઈ હતી. બટલર 10 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. સેમસન પણ ખાસ કમાલ ન કરી શકતા 6 રને આઉટ થયો હતો. ત્રિપાઠી 10 રને જાડેજાનો શિકાર બન્યો હતો.

    સ્મિથનું ખરાબ ફોર્મ યથાવત્ રહેતા 15 ને જાડેજાનો શિકાર બન્યો હતો. ચેન્નાઈ તરફથી શાર્દુલ ઠાકુર, જાડેજા અને દીપક ચાહરે 2-2 વિકેટ ઝડપી હતી. સાન્તેનરને 1 વિકેટ મળી હતી.

    રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

    બંને ટીમો આ પ્રકારે છે

    ચેન્નાઈ સુપર કિંગ્સ - શેન વોટ્સન, પ્લેસિસ, રાયડુ, રૈના, જાધવ, એમએસ ધોની, જાડેજા, સાન્તેનર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, તાહિર.

    રાજસ્થાન રોયલ્સ - અજિંક્ય રહાણે, બટલર, સ્મિથ, સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, આર.પરાગ, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી.
    Published by:Ashish Goyal
    First published: