Home /News /sport /

RCB vs SRH: બેંગલોરનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય

RCB vs SRH: બેંગલોરનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય

શિમરોન હેટમાયર (75) અને ગુરકિરાત સિંહ માનની અડધી સદી (65), હૈદરાબાદે પ્લેઓફ માટે મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાનાર મેચ પર આધાર રાખવો પડશે

શિમરોન હેટમાયર (75) અને ગુરકિરાત સિંહ માનની અડધી સદી (65), હૈદરાબાદે પ્લેઓફ માટે મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાનાર મેચ પર આધાર રાખવો પડશે

    શિમરોન હેટમાયર (75) અને ગુરકિરાત સિંહ માનની અડધી સદી (65)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. બેંગલોરે જીત સાથે આઈપીએલનો અંત કર્યો છે. બીજી તરફ હૈદરાબાદનો પરાજય થતા પ્લેઓફમાં સ્થાન મુશ્કેલ બન્યું છે. હૈદરાબાદે પ્લેઓફ માટે મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાનાર મેચ પર આધાર રાખવો પડશે.

    પાર્થિવ પટેલ શૂન્ય રને અને વિરાટ કોહલી 16 રને આઉટ થતા બેંગલોરની શરુઆત ખરાબ રહી હતી. ડી વિલિયર્સ પણ 1 રન બનાવી સસ્તામાં આઉટ થતા બેંગલોરે 20 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. હેટમાયરે 32 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે 50 રન બનાવતા બાજી સંભાળી હતી. ગુરકિરાતે પણ શાનદાર બેટિંગ કરતા 39 બોલમાં 7 ફોર સાથે 50 રન પૂરા કર્યા હતા. હેટમાયર અને ગુરકિરાતે ચોથી વિકેટ માટે 144 રનની ભાગીદારી નોંધાવી જીત અપાવી હતી. હેટમાયરે 47 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે 75 રન બનાવ્યા હતા. ગુરકિરાતે 48 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 65 રન બનાવી આઉટ થયો હતો.

    અગાઉ હૈદરાબાદનો સાહા 20 રન બનાવી નવદીપ સૈનીનો શિકાર બન્યો હતો. સાહા અને ગુપ્ટિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી નોંધાઈ હતી. સાહા પછી ગુપ્ટિલ 23 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. મનીષ પાંડે 9 રને આઉટ થતા હૈદરાબાદે 61 રનમાં 3 વિકેટ ગુમાવી હતી.



    વિજય શંકર અને વિલિયમ્સને 45 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. વિજય શંકર 18 બોલમાં 3 સિક્સર સાથે 27 રન બનાવી આઉટ થયો હતો. યૂસુફનું ખરાબ ફોર્મ યથાવત્ રહેતા 4 રને આઉટ થયો હતો. નબી 3 રને સૈનીનો શિકાર બન્યો હતો.

    વિલિયમ્સને બાજી સંભાળતા43 બોલમાં 5 ફોર અને 4 સિક્સરની મદદથી અણનમ 70 રન બનાવ્યા હતા. ઉમેશ યાદવની અંતિમ ઓવરમાં 28 રન ફટકાર્યા હતા

    સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    બંને ટીમો આ પ્રમાણે છે

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર - પાર્થિવ પટેલ, વિરાટ કોહલી, ડી વિલિયર્સ, હેટમાયર, ગુરુકિરાત સિંહ, શિવમ દૂબે, ગ્રાન્ડહોમી, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, નવદીપ સૈની, ચહલ.

    સનરાઇઝર્સ હૈદરાબાદ - માર્ટિન ગુપ્ટિલ, રિદ્ધિમાન સાહા, મનીષ પાંડે, વિલિયમ્સન, વિજય શંકર, મોહમ્મદ નબી, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, બાસિલ થમ્પી, ખાલિલ અહમદ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Chinnaswamy, Ipl 2019, Kohli, Live Score RCB vs SRH, Match, Rcb vs srh

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन