એબી ડી વિલિયર્સના આક્રમક 82 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઇપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 17 રને વિજય મેળવ્યો હતો. બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવી શક્યું હતું. બેંગલોરે સતત ત્રીજી જીત મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી છે.
ગેઈલ 23 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. આ પછી મયંક અગ્રવાલ અને રાહુલે 59 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. આ પછી અગ્રવાલ 35 રને આઉટ થયો હતો. રાહુલ 27 બોલમાં 42 રન બનાવી અલીની ઓવરમાં કેચ આઉટ થયો હતો. મિલર અને પૂરને 68 રનની ભાગીદારી કરી હતી. મિલર 24 રને આઉટ થયો હતો.
આ પહેલા બેંગલોર તરફથી વિરાટ 13 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો હતો. પાર્થિવ 24 બોલમાં 43 રન બનાવી એમ.અશ્વિનનો શિકાર બન્યો હતો. પાર્થિવ પછી જલ્દી અલી પણ આઉટ થયો હતો. આકાશદીપ પણ ખાસ કમાલ ન કરી શકતા 3 રને આઉટ થયો હતો.
બેંગલોરે 81 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ડી વિલિયર્સ અને સ્ટોઇનિસે બાજી સંભાળી હતી ડી વિલિયર્સે 44 બોલમાં 3 ફોર અને 7 સિક્સર સાથે અણનમ 82 રન બનાવ્યા હતા. સ્ટોઈનિસે 34 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 46 રન બનાવ્યા હતા. બંનેએ 11 ઓવરમાં 121 રનની ભાગીદારી નોંધાવી હતી. ડી વિલિયર્સે 35 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા.આરસીબીએ અંતિમ 5 ઓવરમાં 80 રન બનાવ્યા હતા.
આઇપીએલ-12ની 42મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન આર.અશ્વિને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેંગલોરની ટીમમાં બે ફેરફાય થયા છે. ડેલ સ્ટેઈન અનફીટ છે. તેથી તેના સ્થાને ટીમ સાઉથીનો સમાવેશ કરાયો છે. પવન નેગીના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક મળી છે. બીજી તરફ પંજાબની ટીમમાં સૈમ કુરૈન અને હરપ્રીતના સ્થાને નિકોલસ પૂરન અને અંકિત રાજપૂતને સ્થાન મળ્યું છે.