Home /News /sport /

MI vs KXIP: પોલાર્ડે એકલા હાથે પંજાબનો વિજય છીનવ્યો, મુંબઈની રોમાંચક જીત

MI vs KXIP: પોલાર્ડે એકલા હાથે પંજાબનો વિજય છીનવ્યો, મુંબઈની રોમાંચક જીત

મુંબઈનો 3 વિકેટે વિજય, રાહુલની સદી એળે, પોલાર્ડના 31 બોલમાં 3 ફોર અને 10 સિક્સરની મદદથી 83 રન

મુંબઈનો 3 વિકેટે વિજય, રાહુલની સદી એળે, પોલાર્ડના 31 બોલમાં 3 ફોર અને 10 સિક્સરની મદદથી 83 રન

    કિરોન પોલાર્ડની આક્રમક અડધી સદી (83)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 3 વિકેટે મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. પોલાર્ડે 31 બોલમાં 3 ફોર અને 10 સિક્સરની મદદથી 83 રન બનાવ્યા હતા.

    સિદ્ધેશ લાડ 15 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. સૂર્યકમાર યાદવ 21 અને ડી કોક 24 રન બનાવી આઉટ થયા હતા. ઇશાન કિશન 7 રને રન આઉટ થતા મુંબઈએ 94 રને ચોથી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 19 રને શમીની ઓવરમાં આઉટ થયો હતો. આ જ ઓવરમાં ક્રુણાલ પંડ્યા 1 રને આઉટ થયો હતો. આ પછી પોલાર્ડે એકલા હાથે જીત અપાવી હતી.

    લોકેશ રાહુલની સદી (100*) અને ક્રિસ ગેઈલની અડધી સદી (63)ની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા છે. મુંબઈને જીતવા માટે 198 રનનો પડકાર મળ્યો છે. પંજાબે અંતિમ 5 ઓવરમાં 66 રન બનાવ્યા હતા.

    ગેઈલે 31 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. આ પછી ગેઈલ વધારે ટકી શક્યો ન હતો અને 63 રને બેહરનફોર્ડનો શિકાર બન્યો હતો. તેણે 3 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ગેઈલ અને રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 12.5 ઓવરમાં 116 રનની ભાગીદારી નોંધાઈ હતી.

    મિલર 7, કરુણ નાયર 5 અને કુરૈન 8 રન બનાવી સસ્તામાં આઉટ થયા હતા. આ પછી રાહુલે શાનદાર બેટિંગ કરતા 64 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા.

    કિંગ્સ ઇલેવન પંજાબ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈજાના કારણે રોહિત શર્મા આ મેચમાં રમી શક્યો નથી. જેથી પોલાર્ડને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.

    બંને ટીમો આ પ્રકારે છે

    મુંબઈ ઇન્ડિયન્સ - ડી કોક, સૂર્યકુમાર યાદવ, સિદેશ લાડ, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, જેસન બેહરનફોર્ડ, રાહુલ ચાહર, અલ્જારી જોસેફ, બુમરાહ.

    કિંગ્સ ઇલેવન પંજાબ - લોકેશ રાહુલ, ક્રિસ ગેઈલ, કરુણ નાયર, મનદીપ સિંહ, ડેવિડ મિલર, સરફરાઝ ખાન, સેમ કુરૈન, અશ્વિન (કેપ્ટન), વિલ્જોન, અંકિત રાજપૂત, મોહમ્મદ શમી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Captain, Ipl 2019, Live Cricket Score, રોહિત શર્મા

    આગામી સમાચાર