MI vs KKR: મુંબઈની જીત થતા કોલકાતા બહાર, હૈદરાબાદ પ્લેઓફમાં

News18 Gujarati
Updated: May 5, 2019, 11:30 PM IST
MI vs KKR: મુંબઈની જીત થતા કોલકાતા બહાર, હૈદરાબાદ પ્લેઓફમાં
મુંબઈ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને, કોલકાતાનો 9 વિકેટે પરાજય

મુંબઈ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને, કોલકાતાનો 9 વિકેટે પરાજય

  • Share this:
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની અડધી સદી (55*)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 16.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

આ જીત સાથે મુંબઈ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. આમ તેને હવે પ્લેઓફમાં બે તક મળશે. મુંબઈની જીત થતા સનરાઇઝર્સ હૈદરાબાદને ફાયદો થતા 12 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થયું છે. બીજી તરફ આ પરાજય સાથે કોલકાતા બહાર ફેંકાઈ ગયું છે.

ડી કોક 30 રને આઉટ થયો હતો.  રોહિત અને ડી કોક વચ્ચે 46 રનની ભાગીદારી નોંધાઈ હતી. રોહિત શર્માએ એક છેડો સાચવી રાખતા 44 બોલમાં 7 ફોર સાથે અડધી સદી પૂરી કરી હતી. રોહિત અને સૂર્યકુમારે 88 રનની ભાગીદારી કરી ટીમની જીત અપાવી હતી. રોહિત શર્મા 55 અને સૂર્ય કુમાર 46 રન બનાવી અણનમ રહ્યા હતા.

અગાઉ શુભમન ગિલ 9 રને આઉટ થતા કોલકાતાની શરુઆત ખરાબ રહી હતી. ક્રિસ લિને આક્રમક બેટિંગ કરતા 29 બોલમાં 2 ફોર અને 4 સિક્સરની મદદથી 41 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક 3 અને રસેલ ખાતું ખોલાયા વિના આઉટ થતા કોલકાતાએ 73 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પાએ 41 રન બનાવી સ્કોર 133 સુધી પહોંચાડ્યો હતો.



મુંબઇ તરફથી મલિંગાએ 3 વિકેટ, જ્યારે બુમરાહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી.કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંને ટીમો આ પ્રકારે છે

મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, રાહુલ ચહર, બુમરાહ, મલિંગા, મેક્લેનઘાન.

કોલકાતા નાઇટ રાઇડર્સ - ક્રિસ લિન, શુભમન ગિલ, રોબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક, રસેલ, નીતિશ રાણા, રિન્કુ સિંહ, સુનીલ નરૈન, ક્રિષ્ના, હેરી ગુર્ને, સંદીપ વોરિયર.
First published: May 5, 2019
વધુ વાંચો
अगली ख़बर