Home /News /sport /

IPL 2019 : દિલ્હી ક્વોલિફાયર-2માં, હૈદરાબાદના અભિયાનનો અંત

IPL 2019 : દિલ્હી ક્વોલિફાયર-2માં, હૈદરાબાદના અભિયાનનો અંત

દિલ્હી કેપિટલ્સનો 2 વિકેટે વિજય, દિલ્હી ક્વોલિફાયર-2માં 10 મે ના રોજ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટકરાશે

દિલ્હી કેપિટલ્સનો 2 વિકેટે વિજય, દિલ્હી ક્વોલિફાયર-2માં 10 મે ના રોજ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટકરાશે

    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રિષભ પંતના આક્રમક 49 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12ની એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 2 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા જવાબમાં દિલ્હીએ 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

    આ જીત સાથે દિલ્હીએ ક્વોલિફાયર-2માં સ્થાન બનાવ્યું છે. તે ક્વોલિફાયર-2માં 10 મે ના રોજ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટકરાશે. બીજી તરફ આ પરાજય સાથે સનરાઇઝર્સ હૈદરાબાદના પડકારનો અંત આવ્યો છે.

    શિખર ધવન 17 રન બનાવી હુડાનો શિકાર બન્યો હતો. ધવન અને પૃથ્વી વચ્ચે પ્રથમ વિકેટ માટે 7.3 ઓવરમાં 66 રનની ભાગીદારી નોંધાવી હતી. પૃથ્વી શોએ આક્રમક બેટિંગ જારી રાખતા 31 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી પૂરી કરી હતી. કેપ્ટન ઐયર ખાસ ન ઝળકી શકતા 8 રને આઉટ થયો હતો.  ઐયર બાદ તરત પૃથ્વી શો 56 રને અહમદનો શિકાર બન્યો હતો.

    રાશિદ ખાને એક જ ઓવરમાં મૂનરો (14) અને અક્ષર પટેલ (00)ને આઉટ કરતા દિલ્હીએ 111 રને પાંચમી વિકેટ ગુમાવી હતી. પંતે 21 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે 49 રન બનાવી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    અગાઉ હૈદરાબાદનો સાહા 8 રન બનાવી આઉટ થયો હતો. સાહા અને ગુપ્ટિલે પ્રથમ વિકેટ માટે 31 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી ગુપ્ટિલે આક્રમક બેટિંગ જારી રાખી હતી. જોકે તે 19 બોલમાં 1 ફોર અને 4  સિક્સર સાથે 36 રન બનાવી મિશ્રાનો શિકાર બન્યો હતો. પાંડે ધીમી બેટિંગ કરતા 36 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો.

    વિલિયમ્સન 27 બોલમાં 28 અને વિજય શંકર 11 બોલમાં 25 રન બનાવી આઉટ થયા હતા. નબી 20 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હી તરફથી પૌલે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

    સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હૈદરાબાદની ટીમમાં યૂસુફ પઠાણના સ્થાને દીપક હુડાનો સમાવેશ કર્યો છે. જ્યારે દિલ્હીની ટીમમાં કોલિન ઇનગ્રામના સ્થાને કોલિન મૂનરોનો સમાવેશ કરાયો છે.

    બંને ટીમો આ પ્રમાણે છે

    દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, કોલિન મૂનરો, રુધરફોર્ડ, કિમો પૌલ, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, ટ્રેન્ટ બોલ્ટ.

    સનરાઇઝર્સ હૈદરાબાદ - માર્ટિન ગુપ્ટિલ, રિદ્ધિમાન સાહા, મનીષ પાંડે, વિલિયમ્સન, વિજય શંકર, મોહમ્મદ નબી, દીપક હુડા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, બાસિલ થમ્પી, ખાલિલ અહમદ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Dc vs srh, Delhi capitals, IPL 2019 Eliminator, IPL 2019 Live Score DC vs SRH, Sunrisers hyderabad

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन